scorecardresearch

ફિલ્મોથી દૂર છતાં અભિનેત્રી પ્રીટિ ઝિન્ટા કરોડો કમાય છે, IPL ટીમના માલિકની નેટવર્થ જાણીને દંગ રહી જશો

Preity Zinta: ડિમ્પલ ગર્લ પ્રીટિ ઝિન્ટા હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી છે. અભિનેત્રી IPL ટીમ કિંગ્સ 11 પંજાબની સહ-માલિક પણ છે. જાણો અભિનેત્રી વાર્ષિક કેટલી કમાણી કરે છે.

priety zinta photo instagram news
બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ફાઇલ તસવીર

લાખો લોકોના દિલોની ધડકન, ડિમ્પલ ગર્લ પ્રીટિ ઝિન્ટા (Priety Zinta) હિન્દી સિનેમાની જાણીતી અભિનેત્રી છે. હિન્દી ફિલ્મો સિવાય અભિનેત્રીએ તેલુગુ, તમિલ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સાથે પ્રીતિએ તેના ફિલ્મી કરિયરમાં અત્યાર સુધીમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે. જેને પગલે અભિનેત્રીને બે વાર શ્રેષ્ઠ અભિનેત્રી ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે,પ્રીટિ ઝિન્ટા સૌપ્રથમ મહિલા છે જેણે IPLની ટીમ ખરીદી. અભિનેત્રી IPL ટીમ કિંગ્સ 11 પંજાબની સહ-માલિક છે.

પ્રીતિ ઝિન્ટાનો જન્મ 31 જાન્યુઆરી 1975ના રોજ શિમલામાં થયો હતો. તેમના પિતા દુર્ગાનંદ ઝિન્ટા ભારતીય સેનામાં અધિકારી હતા. તેમની માતાનું નામ નીલપ્રભા છે, જે ગૃહિણી છે. જ્યારે પ્રીતિ માત્ર 13 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું.આ અકસ્માતે પ્રીતિનું જીવન બદલી નાખ્યું, કારણ કે હવે આખા ઘરની જવાબદારી તેના ખભા પર આવી ગઈ હતી.

પ્રીતિ ઝિન્ટાએ પ્રારંભિક અભ્યાસ શિમલામાં જ પૂર્ણ કર્યા બાદ તેને કરિયર બનાવવા તરફ પ્રયાણ કર્યું. ત્યારે શરૂઆતમાં પ્રીતિએ મોડલિંગમાં પોતાનું નસીબ અજમાવ્યું. તે દરમિયાન તે મિત્રની બર્થડે પાર્ટીમાં એડ ડાયરેક્ટરને મળી. તેણે તેની એડ એજન્સીમાં એક જાહેરાતમાં કાણ કર્યું સલાહ આપી. આ પછી તેણે ઘણી જાહેરાતો કરી. જેમાં લિરિલ સાબુ અને પારક ચોકલેટ મુખ્ય છે.

પ્રીતિ ઝિન્ટાની સહમાલિની ટીમ પંજાબ કિંગ્સ 8 ફ્રેન્ચાઇઝીઓમાંથી એક છે જેણે વર્ષ 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતની સિઝન રમી હતી. પંજાબ કિંગ્સ સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય ટીમોમાંની એક છે. ટીમને સૌથી મોટી સફળતા 2014માં મળી હતી જ્યારે તેઓ જ્યોર્જ બેઈલીની કેપ્ટનશીપ હેઠળ બેંગલુરુમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ફાઈનલ રમ્યા હતા ટીમનું હોમ ગ્રાઉન્ડ મોહાલીનું પીસીએ સ્ટેડિયમ છે.

આ પણ વાંચો: ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરૂખ ખાનના પુત્ર આર્યનને બચાવવા જુહી ચાવલાએ કરી હતી આ મોટી મદદ

આ સાથે પ્રીતિ સરકારને સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સેલિબ્રિટીઓમાંની એક છે. પ્રીતિને કારનો પણ શોખ છે. તેમની પાસે પોર્શ, મર્સિડીઝ બેન્ઝ ઈ ક્લાસ અને બીએમડબલ્યુ પ્રાપ્ય છે.

પ્રીતિની મુખ્ય કમાણી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી આવે છે. તે એન્ડોર્સમેન્ટ દીઠ 2 થી 2.5 કરોડ રૂપિયા લે છે. આ સિવાય પ્રીતિ તેની પ્રોડક્શન કંપનીમાંથી પણ ઘણી કમાણી કરે છે. પ્રીતિની વાર્ષિક કમાણી 12 કરોડથી વધુ છે. પ્રીતિ ઝિન્ટાની નેટવર્થની વાત કરીએ તો પ્રીતિ ઝિન્ટા 110 કરોડ રૂપિયાની માલકિન છે.

આ પણ વાંચો: આલિયા ભટ્ટના ફેન્સ માટે ખુશખબર! વિશ્વની સૌથી મોટી ફેશન ઇવેન્ટ પૈકી એક મેટ ગાલા ઇવેન્ટમાં અભિનેત્રીનું ડેબ્યૂ

રિપોર્ટ્સ અનુસાર, પ્રીતિ મુંબઈમાં બે લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની માલિક છે. આ સાથે તેમનું શિમલામાં પોતાનું ઘર છે. અભિનેત્રીનું કેલિફોર્નિયામાં એક ઘર છે, જ્યાં તે તેના પતિ સાથે રહે છે.

Web Title: Preity zinta net worth know ipl punjab king co owner news

Best of Express