Prem Chopra Health Update | પીઢ અભિનેતા પ્રેમ ચોપરા (Prem Chopra) ને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના અઠવાડિયા પછી તેમના જમાઈ અભિનેતા શરમન જોશી (sharman joshi) એ તેમના સ્વાસ્થ્યની સ્થિતિ અંગેની વિગતો શેર કરી છે.
પ્રેમ ચોપરા પર ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરતા તેમના જમાઈ શરમન જોશીએ કહ્યું એક્ટર એક ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે, તેણે એ પણ શેર કર્યું કે પીઢ અભિનેતા ઝડપથી સ્વસ્થ થઈ ગયા છે અને ઘરે પાછા ફર્યા છે.
શરમન જોશી લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
શરમન જોશીએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું “અમારા પરિવાર વતી, હું મારા સસરા શ્રી પ્રેમ ચોપરાજીને પ્રતિષ્ઠિત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નીતિન ગોખલે અને ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રવિન્દર સિંહ રાવ તરફથી મળેલી અનુકરણીય સારવાર માટે હૃદયપૂર્વક આભાર અને પ્રશંસા વ્યક્ત કરવા માંગુ છું. પિતાજીને ગંભીર એઓર્ટિક સ્ટેનોસિસ હોવાનું નિદાન થયું હતું, અને ડૉ. રાવે ઓપન-હાર્ટ સર્જરી વિના વાલ્વ બદલીને TAVI પ્રક્રિયા સફળતાપૂર્વક કરી હતી.
ડૉ. ગોખલેના દરેક પગલા પર સતત ગાઈડન્સથી અમને ખૂબ જ આત્મવિશ્વાસ મળ્યો હતો. તેની કુશળતાએ સરળ પ્રક્રિયા, સ્ટ્રેસ ફરી સારવાર અને ઝડપી સ્વસ્થતા સુનિશ્ચિત કરી. પિતાજી હવે ઘરે છે અને ઘણું સારું અનુભવી રહ્યા છે. તેમને મળેલા અસાધારણ સમર્થન અને સંભાળ માટે અમે હંમેશા આભારી રહી
તેમણે હોસ્પિટલની કેટલીક તસવીરો પણ શેર કરી જેમાં પ્રેમ ચોપરા તેમના ડોક્ટરો સાથે સ્વસ્થ દેખાઈ રહ્યા છે. આ તસવીરોમાં પીઢ અભિનેતા જીતેન્દ્ર પણ જોવા મળ્યા હતા, જે સૂચવે છે કે તેઓ પ્રેમ ચોપરાને હોસ્પિટલમાં મળવા ગયા હશે.નવેમ્બરની શરૂઆતમાં, પ્રેમ ચોપરાને છાતીમાં તકલીફ થવાને કારણે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક અઠવાડિયા પછી 15 નવેમ્બરના રોજ તેમને રજા આપવામાં આવી હતી.
અભિનેતા પ્રેમ ચોપરાએ પ્રેમ નગર, ઉપકાર અને બોબી જેવી કલ્ટ ક્લાસિક ફિલ્મો આપીને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે, અને તે અત્યાર સુધીના સૌથી લોકપ્રિય અને નિર્વિવાદ ખલનાયકોમાંના એક બન્યા છે. ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં, અભિનેતાએ કેટલીક પ્રતિષ્ઠિત નકારાત્મક ભૂમિકાઓ દ્વારા વિદેશમાં પણ ખ્યાતિ મેળવી છે.





