ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા તેની વેબ સીરિઝ ‘Citadel’ ના કારણે ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં Citadelનું ટ્રેલર પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયું છે. આ ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હોવાનો અહેવાલ છે. આ મેગા બજેટ સ્પાઇ થ્રિલર સીરિઝમાં પ્રિયંકા ચોપરા દમદાર પાત્રમાં જોવા મળે છે, જેને જોવા માટે દર્શકો હવે આતુર છે. ત્યારે પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે.

હકીકતમાં પ્રિયંકા ચોપરાએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર Citadelનું ટ્રેલર શેર કરીને ખુશી વ્યક્ત કરી છે. જેમાં તેણે આ વેબ સીરિઝનો હિસ્સો હોવાની ખુશી વ્યક્ત કરી છે. સાથે જ તેની ફી અંગે પણ વાત કરી છે.
પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં અમેઝોન સ્ટુડિયોની હેડ જેનિફર સલ્કેને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ દરમિયાન પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, ‘તેને પહેલીવાર સંતુષ્ટ ફી મળી છે, આ વાત કરીને શાયદ હું મુશ્કેલીમાં પડી શકું છું. જો કે આ તેના પર નિર્ભર કરે છે કે, આ ઇન્ટવ્યૂ કોણ જોઇ રહ્યુ છે’. ‘હું છેલ્લા 22 વર્ષથી મંનોરંજનની દુનિયામાં સક્રિય છું, મેં લગભગ 70 ફીચર્સ અને બે ટીવી શો કર્યા છે, પરંતુ મને જ્યારે સિટાડેલમાં કામ કરવાની તક મળી તો એવું પહેલીવાર થયું કે મને બરાબર ફી મળી છે. મને આ વાત પર હસવુ આવે છે, પણ આ એક પ્રકારનું પાગલપન છે. હું બરાબર કામ કરતી હતી, પરંતુ મને ફી ઓછી મળતી હતી’.
આ પહેલા પ્રિયંકા ચોપરાએ બીબીસીને આપેલા ઇન્ટવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, મેલ એક્ટર્સના મુકાબલે તેને ઘણી ઓછા પૈસા આપવામાં આવતા હતા. આ સાથે અભિનેત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનું વર્તન તમામ એકટ્રેસ સાથે થાય છે.
તદ્ઉપરાંત પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, મને બોલિવૂડમાં ક્યારેય સમાન વેતન મળ્યું નથી. લીડ એક્ટર્સને જેટલી ફી આપવામાં આવતી હતી તેમાંથી મને માત્ર 10 ટકા મળતી હતી, જે વિશાળ પે ગેપ છે. આજે પણ ઘણી સ્ત્રીઓ આ પ્રકારના ભેદભાવનો સામનો કરી રહી છે અને મારે પણ કરવો પડશે. જો હું આજે બોલિવૂડમાં મેલ એક્ટર સાથે કામ કરીશ તો. આવી પરિસ્થિતિમાં મારા સમયની અભિનેત્રીઓએ એક સમાન ફી માટે બિલકુલ માંગ કરવી જોઇએ. અમે લોકોએ પણ કરી હતી પરંતુ અમને મળી ન હતી.
આ પણ વાંચો: ઠગ સુકેશનો દાવો! ‘કેજરીવાલ વઝીર છે… હું બધાનો પર્દાફાશ કરીશ’
ઉલ્લેખનીય છે કે, વેબ સીરિઝ સિટાડેલ 28 એપ્રિલના રોજ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. આ વેબ સીરિઝમાં સ્ટેનલી ટુકી, લેસ્લી મેનવિલ ડાહલિયા આર્ચરના પાત્રમાં જ્યારે ઓસી ઇખિલે કાર્ટર સ્પેસના પાત્રમાં તો એશલે કમિંગ્સ અબ્બી કોનરોયની ભૂમિકામાં જોવા મળશે.