/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/First-Look-of-The-Revolutionaries-Unveiled.jpg)
The Revolutionaries First Look
First Look of The Revolutionaries Unveiled | સ્વતંત્રતા ક્રાંતિની સ્ટોરી ફરી એકવાર જોવા મળશે. કારણ કે પ્રાઇમ વિડિયોએ તેના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. 'ધ રિવોલ્યુશનરીઝ' (The Revolutionaries) ની પહેલી ઝલક આજે બહાર આવી છે. જે દર્શાવે છે કે ઓટીટી પ્લેટફોર્મ આ વખતે એક નવી સ્ટોરી લઈને આવી રહ્યું છે.
ધ રિવોલ્યુશનરીઝ સ્ટોરી (The Revolutionaries Story)
'ધ રિવોલ્યુશનરીઝ' સંજીવ સાન્યાલના પુસ્તક 'રિવોલ્યુશનરીઝ: ધ અધર સ્ટોરી ઓફ હાઉ ઇન્ડિયા વોન ઇટ્સ ફ્રીડમ' પર આધારિત છે. આ સિરીઝની સ્ટોરી તે બહાદુર યુવા ભારતીય ક્રાંતિકારીઓ વિશે છે જેઓ માનતા હતા કે બ્રિટિશ શાસનનો અંત લાવવા માટે સશસ્ત્ર સંઘર્ષ જરૂરી છે. 'ધ રિવોલ્યુશનરીઝ' તેમના જીવન, બલિદાન અને દેશ પ્રત્યેના તેમના સમર્પણને દર્શાવે છે. આ શ્રેણીનું શૂટિંગ દેશના વિવિધ ભાગો જેમ કે મુંબઈ, અમૃતસર, વારાણસી, દેહરાદૂન અને અન્ય શહેરોમાં થઈ રહ્યું છે. 'ધ રિવોલ્યુશનરીઝ' આવતા વર્ષે 2026માં રિલીઝ થશે.
ધ રિવોલ્યુશનરીઝ કાસ્ટ (The Revolutionaries Cast)
નિખિલ અડવાણી દ્વારા દિગ્દર્શિત, આ શ્રેણીમાં ભુવન બામ, રોહિત સરાફ, પ્રતિભા રાંતા, ગુરફતેહ પીરઝાદા અને જેસન શાહ મુખ્ય ભૂમિકામાં છે.
ભુવન બામ (Bhuvan Bam) રોહિત સરાફ અને પ્રતિભા રંતા એક અલગ જ અંદાજમાં જોવા મળે છે, જે તેમના ચાહકોને ઉત્સાહિત કરે છે. ત્રણેય કલાકારોએ પહેલાં આવી ભૂમિકા ભજવી નથી. રોહિત સરાફ 'મિસમેચ'માં પ્રેમી છોકરાની ભૂમિકા માટે ખૂબ જ પ્રખ્યાત છે.
પ્રતિભા રંતાએ 'લાપતા લેડીઝ'થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો છે. આ ફિલ્મમાં, તે ગામડાની છોકરીના એક અલગ પાત્રમાં જોવા મળી હતી. જ્યારે ભુવન બામ એક પ્રખ્યાત યુટ્યુબરમાંથી અભિનેતા બન્યો છે. અત્યાર સુધી તે 'તાઝા ખબર' અને 'ઢીંડોરા' જેવી વેબ શ્રેણી માટે જાણીતો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us