બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અવારનવાર કોઇને કોઇ કારણથી ચર્ચામાં રહે છે. હાલ અભિનેત્રીએ પોતાના અંગત જીવનને લઇને ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ શેર કર્યું છે કે, કેવી રીતે તેણે નિકને પોતાનો ફોન નંબર આપતા પહેલા તેણીએ રિસર્ચ કર્યું હતું. જો કે આ પહેલા પણ પ્રિયંકા ચોપરા ઘણી વખત ટ્વિટર પર તેના પતિ નિક જોનાસ સાથેની પહેલી વાતચીત કરી ચૂકી છે.
પ્રિયંકાએ કોલ હર ડેડી પોડકાસ્ટના તાજેતરના એપિસોડમાં શેર કર્યું હતું કે, જ્યારે વર્ષ 2016માં નિકે તેને મેસેજ કર્યો હતો. પ્રિયંકાએ Google પર શોધ્યા પછી અને તેના ગીત ક્લોઝ વિથ ટોવ લોનો મ્યુઝિક વીડિયો જોયા પછ, મેં તેને મારો નંબર આપવાનું નક્કી કર્યું. પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે ‘તે વ્યક્તિ ઓછામાં ઓછી એક ડેટ માટે લાયક હતો.’ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ઘણીવાર તેમના ફેન્સને કપલ ગોલ આપતા જોવા મળે છે. નિક સંપૂર્ણપણે પ્રિયંકાના પ્રેમમાં પાગલ કારણ કે તે એક્ટ્રેસ સાથે દિવાળીથી હોળી સુધીની બધી જ ઉજવણી કરે છે.
પ્રિયંકાએ ક્યારેય તેના ભૂતકાળના સંબંધો પર ધ્યાન આપ્યું નથી. ઉલ્લેખનીય છે કે, નિક અગાઉ માઈલી સાયરસ , સેલેના ગોમેઝ , ઓલિવિયા કલ્પો અને લિલી કોલિન્સને ડેટ કરી ચૂક્યો છે. પ્રિયંકાએ કહ્યું, “મારે કોઈ અન્ય ચીજો જોવાનો પણ ઈરાદો નહતો. અમે ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છીએ. હું માનું છું કે તમે હંમેશા આગળ વધો.
જો કે જે સમયે નિક જોનાસે પ્રિયંકા ચોપરાનો સંપર્ક કર્યો હતો તે સમયે તે અશાંત સંબંધમાં હતી અને તેના સહ-અભિનેતાઓ તેના એ બોયફ્રેન્ડને પસંદ નહોતા કરતા અને હંમેશા તેના માટે નવો વ્યક્તિ શોધવાનો પ્રયાસ કરતા હતા. અભિનેત્રીએ ખુલાસો કર્યો, “હું તે સમયે રિલેશનશિપમાં હતો અને નિક પણ. પરંતુ મારા સહ-અભિનેતાઓ તે સમયે મારા બોયફ્રેન્ડને ધિક્કારતા હતા કારણ કે હું હંમેશા ફોન પર રડતી જ હતી. તેથી તેઓ હંમેશા એવું બનવાનો પ્રયાસ કરતા હતા, ‘ઠીક છે, આ નવો વ્યક્તિ મળ્યો.’
જોકે પ્રિયંકાએ નિક સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ તે તેની સાથે પહેલી ડેટ પર ગઈ ન હતી. તેણે તેને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું હતું અને નિક હજી પણ તે કિસ્સાને લઇને પ્રિયંકાની મજાક ઉડાવે છે. આ સાથે પ્રિયંકાએ કહ્યું કે, શું તમે કલ્પના કરી શકો છો કે અમારી પહેલું ડિનર કેવું રહ્યું હશે, ઓબામાનું છેલ્લું ડિનર હતું કે કુછ ઔર.
પ્રિયંકા ચોપરા હાલ તેના હોલિવૂડ પ્રોજકેટ્સ સિટાડેલ અને લવ અગેનને કારણે ખુબ ચર્ચામાં છે. જો કે, પ્રિયંકાના આ પ્રોજેક્ટ અમેરિકાના બોક્સ ઓફિસ પર ફ્લોપ ગયા છે. તેવામાં પ્રિયંકા ચોપરા તેની ફિલ્મ ‘લવ અગેન’ની ભારતીય રિલીઝની રાહ જોઈ રહી છે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ 2017માં ભવ્ય ફેશન ઈવેન્ટ મેટ ગાલામાં પહેલીવાર એકબીજાને મળ્યા હતા. એક વર્ષ પછી બંનેએ 2018માં જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન કર્યા હતા. ગત વર્ષે પ્રિયંકા અને નિક જોનાસે એક પુત્રીનું સ્વાગત કર્યું, જેનું નામ માલતી મેરી રાખવામાં આવ્યું છે.