/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/Manoj-bajpayee-2.jpg)
બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ફાઇલ તસવીર
પ્રિયંકા ચોપરા ઈન્ડસ્ટ્રીની સૌથી વ્યસ્ત એક્ટ્રેસમાંથી એક છે. હાલમાં જ તેની વેબ સીરિઝ સિટાડેલ અને ફિલ્મ લવ અગેન રિલીઝ થઈ છે. હવે તે લંડનમાં તેના આગામી પ્રોજેક્ટ હેડ ઓફ સ્ટેટના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રિયંકા ચોપરા પ્રોફેશનલ લાઇફને લઇને જેટલી ચર્ચામાં રહે છે તેટલી જ અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. ત્યારે પ્રિયંકા ચોપરાએ હાલમાં જ મોટો ખુલાસો કર્યો છે.
પ્રિયંકા ચોપરાને એક સમયે ખુણામાં ધકેલી દેવામાં આવી હતી. પ્રિયંકા ચોપરાની પ્રાઇમ વીડિયો સીરિઝ સિટાડેલના પ્રચાર સમયે લાઇવ ડિટેક્ટિવ ટેસ્ટ લેવાઇ હતી. જેમાં પ્રિયંકા ચોપરાને તેના કરિયર સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રિયંકા ચોપરાને પૂછવામાં આવ્યું હતું કે, શું તમે કોઇ ફિલ્મ કરી હોય ને તમે નફરત કરી છે? આ સવાલના જવાબમાં પ્રિયંકાએ હા કહ્યું હતું. જો કે પ્રિયંકા ચોપરાએ એ ફિલ્મનું નામ જણાવવાથી ઇનકાર કર્યો હતો, પરંતુ આ ઘટના અંગે તેણે વધુમાં કહ્યું હતું કે, એ ફિલ્મમાં કામ કરવાનો અનુભવ ઘણો ખરાબ હતો. હું કલાકો સુધી ઇંતજાર કરતી હતી અને મારી લાઇનોનો પણ કોઇ મતલબ ન હતો. તે સમય ઘણો કઠિન હતો.
વીડિયોમાં પ્રિયંકા ચોપરાને હેરી સ્ટાઇલ અને જોનાસ બ્રધર્સ વચ્ચે પસંદગી કરવાનું કહ્યું હતું. આ અંગે જોનાસ બ્રધર્સ કહ્યું કે, શું તમે મારી મજાક કરો છો." આ પછી પ્રિયંકા ચોપરાએ તેણી ઊંઘમાં નસકોરા લે છે તે સવાલનો જવાબ આપતા કહ્યું કે, "મારા પતિ મને કહે છે કે હું નસકોરા લઉં છું." હા, પણ હું તેનો ઇનકાર કરું છું. હું નસકોરા નથી લેતો."
અંતે, પ્રિયંકા ચોપરાને બોલિવૂડ અને હોલીવુડમાંથી એક પસંદ કરવાનું કહેવામાં આવ્યું, જેના પર હસવા લાગી. આ પછી પ્રિયંકા ચોપરા આ સવાલનો જવાબ આપે તે પહેલા વીડિયોમાં બ્લેક સ્ક્રિન આવી ગઇ. રિચાર્ડ મેડન સહ-અભિનેતા, પ્રાઇમ વિડિયો સિરીઝ સિટાડેલ એ રુસો બ્રધર્સ એજીબીઓ અને શોરનર ડેવિડ વેઇલ દ્વારા નિર્મિત એક મહત્વાકાંક્ષી જાસૂસી નાટક છે.
પ્રિયંકાની ડેબ્યૂ વેબ સિરિઝ સિટાડેલની પ્રથમ સિઝન તાજેતરમાં જ રિલીઝ થઈ છે. તે બીજી સીઝન માટે પહેલેથી જ નવીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રિયંકા પાસે લાઇનઅપમાં કેટલાક વધુ પ્રોજેક્ટ્સ પણ છે, જેમાં જી લે ઝરા નામની બોલિવૂડ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે જોવા મળશે. તેનું નિર્દેશન ફરહાન અખ્તર કરશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us