પ્રિયંકા ચોપરા જોનાસ(Priyanka Chopra Jonas)એ લોસ એન્જલસમાં ઓસ્કરમાં ભારતની સત્તાવાર એન્ટ્રી લાસ્ટ ફિલમ શો ( Chhello Show))ની વિશેષ સ્ક્રીનીંગનું આયોજન કર્યું હતું. ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા જોનાસે એકેડેમી સભ્યો માટે LA માં લાસ્ટ ફિલ્મ શો (Chhello Show)ના સ્ક્રીનિંગ અને ડિનર રિસેપ્શનનું આયોજન કર્યું હતું. મહત્વનું છે કે, આ ફિલ્મ ઓસ્કાર માટે ભારતની અધિકૃત એન્ટ્રી છે, તેને ધ એકેડેમી દ્વારા 95મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ એવોર્ડ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.
પાન નલિન પ્રેરિત ફિલ્મ ‘છેલ્લો શો’ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે આ ફિલ્મને ઓસ્કરમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, ટૂંક સમયમાં જ ફિલ્મના નોમિનેશન્સની યાદી જાહેર થશે. ત્યારે દરેક લોકોની આશા બંધાયેલી છે કે, ફાઇનલ લિસ્ટમાં આ મૂવીનું નામ ચોક્કસથી સામેલ હશે.
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા બોલિવૂડથી હોલીવુડ સુધીની સફર કરી ચુકી છે. તે હવે હોલીવુડની વેલ નોન પર્સાનાલિટી બની ગઈ છે. એક્ટ્રેસ ખૂબ જ ખુશ છે કે તેના દેશ ભારતની ફિલ્મ ‘છેલ્લો શો’ને ઓસ્કર માટે નોમિનેટ કરવામાં આવી છે. એક્ટ્રેસે આ ખુશીમાં તેના લોસ એન્જલસવાળા ઘરે ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. આ દરમિયાન ઘણી ફેમસ પર્સનાલિટીએ ભાગ લીધો હતો અને ફિલ્મ છેલ્લો શોની મજા માણી હતી. આ સાથે પ્રિયંકાએ પાર્ટી પણ આપી હતી.
આ ખાસ પ્રસંગની તસવીરો અને વીડિયો ડેવિડ ડબિન્સકે ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે. જેમાં પ્રિયંકા ચોપરા ઘણી ખુશમિજાજ જોવા મળી રહી છે. આ દરમિયાન ફિલ્મના ડાયરેક્ટર પાન નલિન અને ફિલ્મના લીડ એક્ટર ભાવિન રબારી પણ જોવા મળે છે. ફોટાની સાથે પ્રિયંકાના ઘરના કેટલાક વીડિયો પણ છે જ્યાં ફિલ્મની સ્ક્રીનિંગ ચાલી રહી છે. આ સાથે જ પ્રિયંકાના આલીશાન ઘરનો નજારો જોવો ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછો નથી.
પ્રિયંકા આ દરમિયાન ફિલ્મના કાસ્ટ અને ક્રૂ સાથે વાતચીત કરતી જોવા મળી હતી. પ્રિયંકાએ ફિલ્મમાં કામ કરનાર ચાઈલ્ડ એક્ટર ભાવિન રબારી સાથે પણ વાતચીત કરી. આ દરમિયાન પ્રિયંકાએ ભાવિનને પૂછ્યું કે શું તેને આ ફિલ્મમાં કામ કરતાં પહેલાં કોઈ ફિલ્મ જોઈ છે. તેના જવાબમાં ભાવિને કહ્યું કે તેણે આમિર ખાનની ફિલ્મ દંગલ જોઈ છે. આ સાંભળીને પ્રિયંકા ખુશ થઈ ગઈ અને કહ્યું કે આ ખૂબ જ સારી ફિલ્મ છે.