બોલિવૂડની દેશી ગર્લ હાલ તેની હોલિવૂડ સીરિઝ સિટાડેલ અને ફિલ્મ લવ અગેનને પગલે જોરશોરથી ચર્ચામાં છે. પ્રિયંકા ચોપરા સ્ટારર વેબ સીરિઝ સિટાડેલ ઓટીટી પ્લેટફોર્મ પર શાનદાર પ્રદરર્શન સાથે નંબર 1 પર ટ્રેંડ કરી રહી છે. જેને પગલે પ્રિયંકાએ પ્રશંસકોનો આભાર માન્યો હતો. આ વચ્ચે પ્રિયંકા ચોપરાનું ઇન્ટરવ્યુ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેણે ખુલાસો કર્યો છે કે, વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો ત્યારે પતિ નિક જોનાસ માત્ર 7 વર્ષના હતા. આ સાથે તેને મિસ વર્લ્ડનો તાજ સર કર્યા સમયે સસુરાલવાળાનું શું રિએક્શન હતુ તે અંગે પણ ખુલ્લીને વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે,પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની જોડી પોપ્યુલર જોડીમાંથી એક છે. જેને ફેન્સ ઘણી પસંદ કરે છે. નિક અને પ્રિયંકા વચ્ચે ઉંમરનો ઘણો તફાવત છે. નિક પ્રિયંકા કરતા લગભગ 10 વર્ષ નાનો છે. પ્રિયંકાએ લવ અગેનના પ્રમોશનમાં જણાવ્યું હતું કે, તેઓએ મને પહેલી વાર ટીવી પર જોઇ હતી તેની કહાણી મારી સાસુમાએ કહી હતી.
આ સાથે પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે, તેણે 18 વર્ષની ઉંમરે મિસ વર્લ્ડનો તાજ સર કર્યો હતો. ત્યારે અભિનેત્રીએ તેની સાસની વાતનો અસ્વીકાર કરતા કહ્યું કે, એવું શક્ય જ નથી કારણ કે પ્રિયંકા 2000માં લંડનમાં હતી અને તેની સાસ ટેક્સાસ હતી, પરંતુ એક્ટ્રેસની સાસ પણ હાર નથી માનતી અને તેની વાતને સાબિત કરવા માટે કહ્યું કે તેને એ વાત બરાબર યાદ છે. તે નવેમ્બર મહિનો હતો અને 7 વર્ષનો નિક કોઇ બ્રોડવે શો પર હતો તથા નિકનો ભાઇ ત્યારે 8-9 વર્ષનો હતો.
વધુમાં પ્રિયંકા ચોપરાએ જણાવ્યું કે, આ એક કિસ્મતનો ખેલ છે, એટલે જે થવાનુ છે તે થઇ જાય છે. આ પછી તેણે કહ્યું કે, તેના સસુરને આ પ્રકારની ઇવેન્ટ્સ જોવી ખુબ પસંદ છે. તેઓ એ ઇવેન્ટ જોઇ રહ્યા હતા અને પછી નિક આવી ગયા અને પછી બંનેએ સાથે મને જીતતા જોઇ હતી. આ મામલે પ્રિયંકાનું માનવું છે કે, આ થવાનું હતુ અને જીંદગીમાં આવી ઘટના એટલે બને છે કારણ કે તે યાદ બની શકે.
મહત્વનું છે કે, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે બે વર્ષ ડેટિંગ કર્યા બાદ વર્ષ 2018માં ક્રિશ્ચિન અને હિંદૂ રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. આ પછી તેઓ વર્ષ 2021માં સરોગસી દ્વારા પુત્રી માલતી મૈરીના માતા-પિતા બન્યા.