Priyanka Chopra Birthday Special | પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એક નામ જે બોલિવૂડથી હોલીવુડ સુધી અને બ્યુટી સ્પર્ધાથી સમાજ સેવા સુધી વિસ્તરેલું છે. તેનો જીવન સંઘર્ષ, સફળતા અને પ્રેમની એક અનોખી ગાથા છે. 17 વર્ષની ઉંમરે પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ બની હતી, પ્રિયંકા ચોપરા 43 મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે, અહીં બોલીવુડ સેલિબ્રિટી બર્થ ડે સિરીઝમાં ગ્લોબલ આઇકનના જીવનના વિવિધ પાસાઓ પર એક નજર
પ્રિયંકા ચોપરા બર્થ ડે (Priyanka Chopra Birthday)
પ્રિયંકા ચોપરાનો જન્મ 18 જુલાઈ, 1982ના રોજ જમશેદપુર, બિહાર (હાલ ઝારખંડ) માં થયો હતો. તેમના માતા-પિતા, ડૉ. અશોક ચોપરા અને ડૉ. મધુ ચોપરા, ભારતીય સેનામાં ડોકટર હતા. આર્મી બેકગ્રાઉન્ડને કારણે, પ્રિયંકાને બાળપણમાં ઘણી શાળાઓ બદલવી પડી હતી અને ભારતના વિવિધ શહેરોમાં રહેવાનો અનુભવ થયો હતો.
પ્રિયંકા ચોપરા કિશોરાવસ્થામાં યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની માસી સાથે ભણવા ગઈ હતી, જ્યાં તેણે સાંસ્કૃતિક વિવિધતાનો અનુભવ થયો હતો. આ સમયગાળા દરમિયાન, તેણે જાતિવાદ અને બુલીંગનો સામનો પણ કરવો પડ્યો હતો, જે તે વધુ મજબૂત બની હતી.
પ્રિયંકા ચોપરા કરિયર (Priyanka Chopra Career)
પ્રિયંકા ચોપરાએ ભારત પાછા ફર્યા પછી મોડેલિંગમાં હાથ અજમાવ્યો હતો. 2000 માં, તેમણે ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને ઉપવિજેતા બન્યા. તે જ વર્ષે, તેમણે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને આ પ્રતિષ્ઠિત ખિતાબ જીતીને વિશ્વભરમાં ભારતનું નામ રોશન કર્યું હતું. આ જીત તેના જીવનનો એક વળાંક સાબિત થઈ અને તેમના માટે બોલિવૂડના દરવાજા ખોલી દીધા હતા.
પ્રિયંકા ચોપરા મુવીઝ (Priyanka Chopra Movie)
પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ બન્યા પછી પ્રિયંકાએ 2002 માં તમિલ ફિલ્મ તમિજાંથી અભિનયની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં તેમની પ્રથમ ફિલ્મ 2003 માં આવેલી અંદાઝ હતી, જેના માટે તેમને ફિલ્મફેર બેસ્ટ ફીમેલ ડેબ્યુ એવોર્ડ મળ્યો હતો. ત્યારથી, તેમણે મુઝસે શાદી કરોગી, ઐતરાઝ, ક્રિશ, ડોન, ફેશન, બર્ફી!, મેરી કોમ, બાજીરાવ મસ્તાની જેવી અનેક સફળ મુવીઝ આપી છે.
ફેશન અને મેરી કોમ જેવી ફિલ્મો માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કારો સહિત અનેક સન્માન મળ્યા છે. તેની મુવીઝમાં તેમણે વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા છે, જે તેની અભિનય ક્ષમતા અને વૈવિધ્યતા દર્શાવે છે.
પ્રિયંકા ચોપરાની હોલીવુડમાં એન્ટ્રી
પ્રિયંકા ચોપરાએ માત્ર બોલિવૂડમાં જ નહીં, પણ હોલીવુડમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. 2015 માં, તેણે અમેરિકન ટીવી સિરીઝ ક્વોન્ટિકોમાં મુખ્ય ભૂમિકા ભજવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવી. ત્યારબાદ, તેણે બેવોચ, એ કિડ લાઈક જેક, ઇઝન્ટ ઇટ રોમેન્ટિક અને ધ મેટ્રિક્સ રેઝરક્શન્સ જેવી હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું હતું. આજે તે એક ઇન્ટરનેશનલ સેલિબ્રિટી અને ફેશન આઇકન તરીકે ઓળખાય છે.
પ્રિયંકા ચોપરા લવ સ્ટોરી (Priyanka Chopra Love Story)
પ્રિયંકા ચોપરાની પર્સનલ લાઈફ પણ ઘણી ચર્ચામાં રહી છે. ઘણા સેલેબ્સ સાથે તેમના નામ જોડાઈ ચુક્યા છે, પરંતુ તેમની સૌથી જાણીતી પ્રેમ કહાણી અમેરિકન ગાયક અને અભિનેતા નિક જોનાસ સાથેની છે. બંનેની મુલાકાત સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી અને ધીમે ધીમે તેમનો સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો.
પ્રિયંકા ચોપરાએ વર્ષ 2018 માં ભારતીય અને પશ્ચિમી રીતિ-રિવાજો અનુસાર નિક જોનાસ સાથે ભવ્ય લગ્ન કર્યા હતા. આજે તેઓ એક સુખી દંપતી તરીકે ઓળખાય છે અને 2022 માં સરરોગસી દ્વારા તેમની દીકરી માલતી મેરી જોનાસના માતા-પિતા બન્યા છે.
પ્રિયંકા ચોપરા ગીત (Priyanka Chopra Song)
પ્રિયંકા ચોપરાને સંગીતમાં પણ ખૂબ રસ છે. પ્રિયંકાને ‘ઇન માય સિટી’ ગીતથી ગાયકીની દુનિયામાં ઓળખ મળી. આ ઉપરાંત, ‘એક્સોટિક’ અને ‘આઈ કાન્ટ મેક યુ લવ મી’ જેવા તેના ગીતો પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. પુરસ્કારોની વાત કરીએ તો, પ્રિયંકાના નામે ઘણા ફિલ્મફેર એવોર્ડ્સ, નેશનલ ફિલ્મ એવોર્ડ્સ અને બે પીપલ્સ ચોઇસ એવોર્ડ્સ છે. 2016 માં, ભારત સરકારે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરી હતી.





