Priyanka Chopra Injured In The Bluff: પ્રિયંકા ચોપરા ફિલ્મની શુટિંગ દરમિયાન સ્ટંટ સીન કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થઇ છે. દેશી ગર્લ ફેમ પ્રિયંકા ચોપરા ઘાયલ થતા ચાહકો ચિંતિત છે. મીડિયા રિપોર્ટ અનુસાર બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ હોલીવીડ મૂવી ધ બ્લફનું શુટિંગ કરી રહી હતી. આ ફિલ્મનો એક સ્ટંટ સીન સુટ કરતી વખતે પ્રિયંકા ઘાયલ થઇ છે. આ ઘટના વિશે પ્રિયંકા ચોપરાએ પોતે સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.
પ્રિયંકા ચોપરા લગ્ન બાદ હોલીવુડ સુપરસ્ટાર પતિ નિક જોન્સ સાથે વિદેશમાં શિફ્ટ થઇ ગઇ છે. લગ્ન બાદ પ્રિયંકા હોલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં વધારે એક્ટિવ છે. પ્રિયંકા ચોપરા હાલ અપકમિંગ હોલીવુડ મૂવી ધ બ્લફનું શુટિંગ કરી રહી છે. આ ફિલ્મના એક સ્ટંટ સીન દરમિયાન પ્રિયંકા ચોપરાને તલવારથી ઇજા પહોંચી છે.
હકીકતમાં પ્રિયંકા ચોપરાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્ટોરીમાં એક લેટેસ્ટ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તમે જોઇ શકો છો કે, અભિનેત્રીના ગળા પર એક લાલ નિશાન દેખાય છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે – અને આ મારા પ્રોફેશનલ વર્કનું એક મોટું જોખમ
પ્રિયંકા ચોપરા ઘાયલ થઇ હોવાના સમાચાર સાંભળી ચાહકો ચિંતા કરવા લાગ્યા છે. અમુક ફ્રેન્સ પ્રિયંકા ચોપરાના પ્રશંસા પર કરી રહ્યા છે.
આ પણ વાંચો | સોનાક્ષી અને ઝહીરના લગ્નમાં હશે બધુ જ ખાસ, વેડિંગ વેન્યૂ ડેકોરેશનથી લઇ મેનૂ સુધી બધુ જાણો
પ્રિયંકા ચોપરા અપકમિંગ મૂવી
પ્રિયંકા ચોપરાના વર્ક ફ્રન્ટની વાત કરીયે તો આગામી સમયમાં હોલીવુડ ફિલ્મ હેડ્સ ઓફ સ્ટેટમાં દેખાશે. આ મૂવીમાં પ્રિયંકાની સાથે જોન સીના અને ઇદ્રિશ ઇલ્બા જેવા એક્ટર મુખ્ય રોલમાં જોવા મળશે. તાજેતરમાં પ્રિયંકા આ મૂવીની શુટિંગ માટે ફ્રાન્સ ગઇ હતી. ધ બ્લફ પણ પ્રિયંકાની અપકમિંગ હોલીવુડ મૂવી છે.