Kamal Haasan Movie : હિંદી સિનેમાના શહેનશાહ અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને સાઉથ સુપરસ્ટાર પ્રભાસ પ્રોજેક્ટ Kમાં સાથે જોવા મળશે. તેવામાં આ ફિલ્મના કલાકારોને લઈને એક નવો ખુલાસો થયો છે. ફિલ્મમાં કમલ હાસનની એન્ટ્રી થઈ ગઈ છે. ભૂતકાળમાં પણ અમુક સમયે આવા સમાચાર સામે આવ્યા હતા પરંતુ તેની કોઈ પુષ્ટિ થઈ ન હતી. હવે ઓફિશિયલ રીતે જાહેરાત કરવામાં આવી છે કે પ્રભાસ પણ આ મોટા પ્રોજેક્ટનો એક ભાગ છે.
તાજેતરમાં જ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એક વીડિયો શેર કર્યો છે. જેમાં કમલ હાસને ભજવેલા પાત્રોના વિઝ્યુઅલ્સ નજરે પડે છે. ટૂંકા વીડિયો સાથે પરિચય પણ છે. તેમાં લખ્યું છે- મોટા સમાચાર, અમિતાભ બચ્ચન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટણી પછી હવે કમલ હાસન પણ આ પ્રોજેક્ટમાં જોડાયા છે. નાગ અશ્વિન તેનું દિગ્દર્શન કરશે અને ફિલ્મનું નિર્માણ વિજયંતી મૂવીઝના બેનર હેઠળ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવી હતી કે, કમલ હાસન ફિલ્મ પ્રોજેક્ટમાં મુખ્ય ખલનાયકની ભૂમિકા ભજવશે અને મેગાસ્ટારને તેના માટે તગડી ફી ચૂકવવામાં આવી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો તેને આ ફિલ્મ માટે 150 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. પરંતુ આ સમાચારને સમર્થન પણ મળ્યું નથી. ફિલ્મમાં કમલ હાસનનો રોલ કેવો હશે તે અંગે હાલમાં કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.
કમલ હાસન અંગે વાત કરીએ તો તે ફેન્સના મોસ્ટ પસંદીદા એક્ટર્સમાંથી એક છે અને તેની પ્રતિભાથી બધા વાકેફ છે. તેણે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અભિનેતા અગાઉ અમિતાભ બચ્ચન સાથે ગિરફ્તાર અને ખબરદાર જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. હવે લાંબા સમય બાદ ફરી એકવાર બંને કલાકારો સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. આ ફિલ્મ પણ ઘણા સમયથી ચર્ચામાં છે અને તેને મોટા બજેટની પણ કહેવામાં આવી રહી છે.