Propose Day | પ્રોપોઝ ડે (Propose Day) દરવર્ષે 8 ફેબ્રુઆરીએ માનવામાં છે જે વેલેન્ટાઈન ડે (Valentines Day) પહેલા આવે છે. આ દિવસ તમારા હૃદયની લાગણી કોઈને કહેવા માટે ખુબજ ખાસ છે. પ્રપોઝ કરતા પહેલા, મનમાં ઘણા પ્રશ્નો અને ઘણી દુવિધાઓ હોય છે. છેવટે તો એ પ્રેમનો મામલો છે. પરંતુ કોઈપણ પ્રેમ સંબંધનો આ પહેલો તબક્કો પણ સુંદર હોય છે, જ્યારે કોઈ તેના પ્રેમનો પ્રસ્તાવ મૂકે છે.
આજે પ્રપોઝ ડે પર તમને જણાવીએ કે બોલીવુડના પ્રખ્યાત સેલિબ્રિટીઓએ તેમના જીવનસાથી પ્રત્યે કેવી રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.
વિકી કૌશલ કેટરિના કૈફ (Vicky Kaushal Katrina Kaif)
વિકી કૌશલે ખૂબ જ ખાસ રીતે કેટરિના કૈફને પ્રપોઝ કર્યું હતું. એક એવોર્ડ ફંક્શન હોસ્ટ કરતી વખતે, વિકીએ તેની સામે બેઠેલી કેટરિનાને કહ્યું હતું કે, ‘હવે તું કોઈ વિકી કૌશલ શોધીને લગ્ન કરી લે.’ તે દિવસોમાં વિક્કીનો આ અંદાજ ખૂબ જ ચર્ચામાં હતો.
આ પણ વાંચો: Loveyapa | લવયાપા માં જુનૈદ-ખુશી કપૂરનો અભિનય તમારું દિલ જીતી લેશે, કેવી હશે મુવી જાણો !
અનુષ્કા શર્મા વિરાટ કોહલી (Anushka Sharma Virat Kohli)
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની જોડી પણ ચાહકોની પ્રિય છે. જોકે એવું કહેવાય છે કે વિરાટે ક્યારેય અનુષ્કાને ખુલ્લેઆમ પ્રપોઝ કર્યું ન હતું. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તમે પ્રેમમાં હોવ ત્યારે ઔપચારિકતાઓની કોઈ જરૂર નથી.
આલિયા ભટ્ટ રણબીર કપૂર (Alia Bhatt Ranbir Kapoor)
બોલિવૂડના સુંદર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લવ સ્ટોરી ખૂબ જ ખાસ છે. રણબીરે આલિયા સમક્ષ પોતાની લાગણીઓ ખૂબ જ ખાસ રીતે વ્યક્ત કરી. આલિયા ભટ્ટે ‘કોફી વિથ કરણ 7’ માં પોતાની પ્રપોઝલ સ્ટોરી શેર કરી હતી. તેણે કહ્યું હતું કે રણબીર લાંબા સમયથી વીંટી પોતાની સાથે રાખી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે તે યોગ્ય સમયે તેને પ્રપોઝ કરશે અને પછી તેણે કેન્યાના મસાઈ મારા નેશનલ પાર્કમાં આલિયાને પ્રપોઝ કર્યું હતું. આ સ્થળની ગણતરી દુનિયાના સૌથી સુંદર સ્થળોમાં થાય છે. મસાઈ મારા આફ્રિકામાં વન્યજીવન સંરક્ષણના સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાંનું એક છે.
પ્રિયંકા ચોપરા નિક જોનાસ (Priyanka Chopra Nick Jonas)
નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા લગભગ બે મહિના સુધી એકબીજાને ડેટ કરતા રહ્યા અને ત્યારબાદ જ બંને એકબીજાની નજીક આવ્યા હતો. પ્રિયંકાને પ્રપોઝ કરવા માટે, નિક તેને તેના જન્મદિવસ પર ક્રેટ લઈ ગયો, જ્યાં તેણે મધ્યરાત્રિએ એક ઘૂંટણિયે પડીને પ્રિયંકા સમક્ષ પ્રપોઝ કર્યું હતું.





