/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/09/219044286_2931825437083522_3673535103400990438_n-1.jpg)
PS-1 Photo
નિર્દેશક મણિરત્નમની અપકમિંગ મૂવી (Mniratnam uocoming moveis) 'પીએસ-1' જોવા માટે દર્શકો આતુરતાથી ઇંતજાર કરી રહ્યાં છે. ઐતિહાસિક ફિલ્મ પીએસ-1 (PS-1) 30 સ્પટેમ્બરના રોજ રિલીઝ થશે. એવામાં રિલીઝના આગલા દિવસે થિયેટરોના માલિકોને ફિલ્મ રિલીઝ ન કરવા માટે ધમકી આપવામાં આવી છે.
વિદેશમાં પીએસ-1નો વિરોઘ
નિર્દેશક મણિરત્નમની ફિલ્મ 'પીએસ 1'ને લઇ ભારતમાં તો જબરદસ્ત માહોલ જામ્યો છે. પરંતુ વિદેશમાં વિપરીત માહોલ છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે એશ્વર્યા રાયની આ ફિલ્મનો કેનાડા અને લંડનમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તમિલ ફિલ્મોને નફરત કરનારા સમૂદાયે ફિલ્મના રિલીઝના આગલા દિવસે થિયેટરોના માલિકોને ફિલ્મ રિલીઝ ન કરવાની ધમકી આપી છે.
જાણો સમગ્ર મામલો
કેનેડામાં મણિરત્નની ફિલ્મ 'પોન્નિયિન સેલ્વન -1'ના ડિસ્ટ્રીબ્યૂટરે તેના ટ્વિટર પર પોસ્ટ શેયર કરી આ અંગે માહિતી આપી હતી. આ સાથે ડિસ્ટ્રીબ્યૂટરે તેની પોસ્ટમાં કેડબલ્યૂ ટોકીઝના મેઇલનો સ્ક્રીનશોટ પણ શેયર કર્યો છે. જેના પરથી પૂરવાર થાય છે કે સિનેમાઘરોના માલિકોને ફિલ્મ રિલીઝ ન કરવા માટે આદેશ અપાઇ રહ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/09/292264298_1090963801844305_8816385729884147490_n-2.jpg)
થિયેટરોના માલિકોને આ ધમકી
આ સિવાય કેડબ્લયૂ ટોકીઝના માલિકે પણ ટ્વિટર પર ધમકી ભરેલા મેઇલનો સ્ક્રીનશોટ શેયર કર્યો હતોં. જેમાં લખ્યું હતું કે, થિયેટરના માલિકો અને કર્મચારીઓને વોર્નિંગ આપું છું કે જો તમે ફિલ્મ 'પીએસ 1'ને રિલીઝ કરશો તો અમે સ્ક્રીનના ભૂકા કરી નાંખીશું. આ ઉપરાંત અમે એટલો હંગામો મચાવશું કે થિયેટરના વર્કસને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે.
મેઇલમાં વધુમાં ઉલ્લેખ છે કે, આવું અમે માત્ર ભારતીય ફિલ્મો સાથે જ નહીં પરંતુ અંગ્રેજી ફિલ્મો સાથે પણ કરશું. આ પ્રકારની ગતિવિધિ ત્યાં સુધી ચાલતી રહેશે જ્યાં સુધી કેડબલ્યૂ ટોકિઝ ફિલ્મો રિલીઝ કરવાનું બંધ નહીં કરે. તેમજ તમારે અમારા સિનેમાઘરોથી શીખવાની જરૂર છે. તેમણે આ પ્રકારની ફિલ્મો દેખાડવાનું બંધ કરી દીધું છે. ત્યારે તમારા માટે આ છેલ્લી વોર્નિંગ છે.
જાણો ફિલ્મની રસપ્રદ વાત
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ પોન્નિયિન સેલ્વન પાછળ પાણીની જેમ પૈસા વહાવ્યાં છે. આ ઐતિહાસિક ફિલ્મ પાછળ લગભગ 500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમજ ફિલ્મની સ્ટારકાસ્ટે પણ તગડી ફી વસૂલી છે. ફિલ્મની ખાસિયત એ છે કે, સૌપ્રથમવાર આ ફિલ્મને આઇમેક્સમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો છે. પોન્નિયિન સેલ્વન તમિલ, હિંદી, તેલુગુ તથા મલયાલમ સહિત કન્નડમાં રિલીઝ કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us