Pulkit Samrat Kriti Kharbanda Engagement :ફુકરે સ્ટાર પુલકિત સમ્રાટ (Pulkit Samrat) અને કૃતિ ખરબંદા (Kriti Kharbanda) લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. જ્યારે આ દંપતી લગ્ન વિશે ચુસ્ત કઈ કહ્યું નથી. ત્યારે પુલકિત દ્વારા શેર કરાયેલ ઇન્સ્ટાગ્રામ પોસ્ટને પગલે તેમની સગાઈ અંગેની અટકળો સામે આવી છે.પુલકિત દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં, કપલ ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળે છે. તસવીરો મિત્રો અને પરિવારના સભ્યો પણ હાજર છે, જેમાં પુલકિત પ્રેમથી કૃતિને હગ કર્યું છે. અભિનેતાઓની આંગળીઓ પર સગાઈની વીંટી હોય તેવું લાગતું હતું, સગાઈની અફવાઓને લઈને ચાહકોમાં ચર્ચા છે.
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાની સગાઈની અફવા? જુઓ ફોટા


કૃતિ ખરબંદા (Kriti Kharbanda) અને પુલકિત સમ્રાટ (Pulkit Samrat) ની પ્રેમ કહાની પાગલપંતિના સેટ પર શરૂ થઈ હતી અને ત્યારથી તેઓ સાથે છે. તેમના ઓન-સ્ક્રીન સહયોગમાં વીરે કી વેડિંગ અને તૈશનો સમાવેશ થાય છે. ડિસેમ્બર 2023 માં પુલકિતનો 40મો જન્મદિવસ ઉજવતા, કૃતિએ સોશિયલ મીડિયા પર હાર્ટફેલ્ટ નોટ સાથે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
લખ્યું હતું કે, “વિશાળ હૃદય અને શુદ્ધ આત્મા ધરાવતો છોકરો! તમારી સાથે લાઈફ એક એડવેન્ચર જેવી છે, તમને પ્રેમ કરવો એ ક્યારેય નીરસ ક્ષણ નથી, તમારી સાથે પ્રેમ થયો તે મારી લાઈફની સૌથી બેસ્ટ પળો છે. હું એક નસીબદાર છોકરી છું! આ દુનિયામાં આવવા બદલ અને મારા જીવનમાં તમને પ્રેમ કરવા બદલ આભાર, આજે અને દરરોજ! બેસ્ટ છોકરો હંમેશા @pulkitsamrat તમે મારા હીરો છો! હેપી બર્થડે બેબી!”
પ્રોફેશનલ મોરચે, પુલકિત સમ્રાટ તાજેતરમાં ફુકરે (Fukrey) ના ત્રીજા ભાગમાં દેખાયો હતો. તેણે ઝોયા અખ્તરના વેબ શો મેડ ઇન હેવન સીઝન 2 માં પણ શોર્ટ એકટિંગ કરી હતી. જયારે, કૃતિ તેની આગામી ફિલ્મ, રિસ્કી રોમિયો (Risky Romeo), મે 2024 માં રિલીઝ થવાની તૈયારી કરી રહી છે. અબીર સેનગુપ્તા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સની સિંહ પણ છે.





