Punjabi Singer Harman Sidhu Death : પંજાબી ગાયક હરમન સિદ્ધુનું નિધન થયું છે. પેપર તે પ્યાર, મેલા, સારી રાત પારહડી અને થકેવન જટ્ટાન દા જેવા ગીતો ગાઈ લોકોના દિલમાં સ્થાન બનાવનારા જાણીતા પંજાબી ગાયક હરમન સિદ્ધુનું નિધન થયું છે. આ સમાચાર સાંભળ્યા બાદ તેમના ચાહકો અને પંજાબી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના લોકો આઘાતમાં છે. હકીકતમાં, હરમન સિદ્ધનું મોત એક માર્ગ અકસ્માતમાં થયું હતું. પંજાબના માનસા જિલ્લામાં સિદ્ધુની કાર અને કેન્ટર ટ્રક વચ્ચે ભયંકર અથડામણ બાદ તેમનું મોત નીપજ્યું હતું.
પોલીસે આ જાણકારી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે અને કેસ નોંધવામાં આવ્યો છે. હરમન સિદ્ધુએ 37 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. હવે એના ચાહકો સોશ્યલ મિડિયા પર પોસ્ટ કરીને એને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
હરમન સિદ્ધ રાતોરાત લોકપ્રિયતા મેળવી હતી
તમને જણાવી દઈએ કે હરમન સિદ્ધુ ઘણા વર્ષો પહેલા સિંગર મિસ પૂજા સાથે તેના ગીત પેપર જા પ્યાર સાથે રાતોરાત ચર્ચામાં આવ્યો હતો. તેમનો અવાજ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો અને હવે તેમની અચાનક વિદાયથી લોકોને આંચકો લાગ્યો છે. ઘણા અહેવાલો અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયક તેની પત્ની અને એક પુત્રીને પાછળ છોડી ગયો છે.





