/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-08-14T091619.195.jpg)
Pushpa 2 Release Date| પુષ્પા 2 રિલીઝ ડેટ
Pushpa 2 : સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જૂન (Allu Arjun) અને ને્શનલ ક્રશ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) ની મોસ્ટ અવેટિંગ ફિલ્મ પુષ્પા ધ રૂલ (Pushpa 2) નો ઇંતજાર ફેન્સ આતુરતાથી કરી રહ્યા છે. આ વચ્ચે નિર્માતાઓએ પુષ્પા 2નું પોસ્ટર રિલીઝ કર્યું હતું. જેણે રોકેર્ડ સર્જયો હોવાના સમાચાર સામે આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયા લેવલ પર રિલીઝ થયેલી ફિલ્મના પ્રથમ ભાગને દુનિયાના ખૂણે-ખૂણેથી પ્રેક્ષકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો.
પુષ્પા ધ રૂલનું ફર્સ્ટ લૂક પોસ્ટરને સૌથી વધુ લાઇક્સ
પુષ્પા ધ રૂલનું ફર્સ્ટ લૂક પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ લાઇક્સ મેળવનાર પહેલું ભારતીય ફર્સ્ટ લૂક પોસ્ટર છે. આ પોસ્ટરને અત્યાર સુધીમાં 7 લાખથી પણ વધુ વખત જોવામાં આવ્યું છે. આ ખુશીને મેકર્સે ટ્વિટ કરીને ફેન્સ સાથે શેર કરી છે. મેકર્સે લખ્યું છે કે, આઇકન સ્ટાર અલ્લૂ અર્જૂન કા સિક્કા ચલા. પુષ્પા 2ના ફર્સ્ટ લૂકે એક સનસનીખેજ રેકોર્ડ સર્જયો છે.
ફિલ્મનાં પોસ્ટરને જોયા બાદની લોકોની પ્રતિક્રિયા
મહત્વનું છે કે, ફિલ્મનાં પોસ્ટરને જોયા બાદ ઘણાં લોકોની પ્રતિક્રિયા સામે આવી હતી. તેઓએ કહ્યું હતું કે, આ ‘કાંતારા’ની અસર છે. ‘કાંતારા’ કર્ણાટકની એક પરંપરા પર આધારિત સ્ટોરી હતી. એવું પણ કહેવામાં આવ્યું કે અલ્લુ અર્જૂન વાદળી રંગમાં રંગાયેલો, શરીર પર સાડી, એક હાથમાં બંદૂક અને તે જ હાથના નખ પર નેઇલપૉલિશ લગાવેલી, ગળામાં કાચા લીંબુની માળા પહેરેલો જોવા મળે છે. આ કડીમાં યુઝર્સે પોઈન્ટ આઉટ કરતાં કહ્યુ કે, અલ્લુ અર્જૂનનો આ લૂક ચિત્તુરની ‘ગંગામ્મા જાત્રા’થી પ્રેરિત છે.
પુષ્પા 2નું દમદાર ટ્રેલર
ફિલ્મ નિર્માતા દ્વારા 7 એપ્રિલના રોજ ‘પુષ્પા 2’નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું હતું. ટ્રેલરની શરુઆત પુષ્પા તિરુપતિ જેલથી ફરાર થઈ ગયો હોય ત્યાંથી થાય છે. તેને 8 ગોળી વાગી છે સાથે જ તેના જીવિત રહેવાની આશા ના બરાબર છે. આ ખબર સામે આવતા જ ‘પુષ્પા’ના સમર્થકો રોષે ભરાયા છે. લોકો વિરોધ પ્રદર્શન કરીને જણાવી રહ્યા છે કે પુષ્પાની મદદથી કોઈ બાળકને નવું જીવન તો કોઈને રહેવા માટે છત મળી છે. એક તરફ પુષ્પાના ચાહકો તેના નારા લગાવી રહ્યા છે.તો બીજી તરફ પોલીસ તેમના પર લાઠીચાર્જ કરી અને પાણી વરસાવી રહ્યા છે. દરેકના મનમાં એક જ સવાલ છે, ‘પુષ્પા ક્યાં છે?’
આ પણ વાંચો : Sridevi : બોલિવૂડની પહેલી સુપરસ્ટાર શ્રીદેવીની આ છે સર્વશ્રેષ્ઠ ફિલ્મો
મહત્વનું છે કે, મેકર્સે હજુ ‘પુષ્પા 2’ની રિલીઝ ડેટની જાહેરાત કરી નથી. જોકે, આશા છે કે ફિલ્મ 2023ના અંત સુધી અથવા 2024ની શરુઆતી મહિનામાં ફિલ્મ સિનેમાઘરોમાં જોવા મળી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us