Pushpa 2 : અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' મુવી એ રિલીઝ પહેલાં જ છપ્પરફાડ કમાણી કરી

Pushpa 2 : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અપકમિંગ મુવી પુષ્પા 2ની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ તકે ફિલ્મે રિલીઝ પહેલા કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે.

Pushpa 2 : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના અપકમિંગ મુવી પુષ્પા 2ની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ તકે ફિલ્મે રિલીઝ પહેલા કરોડો રૂપિયાની કમાણી કરી લીધી છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Allu Arjun | Pushpa 2 | Pushpa 2 Release Date | Rashmika Madanna

પુષ્પા 2 : અલ્લુ અર્જુનની પુષ્પા 2 મુવી એ રિલીઝ પહેલાં જ છપ્પરફાડ કમાણી કરી

Allu Arjun Pushpa 2 Release Date : સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર મુવી પુષ્પા 2ની રિલીઝની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. પુષ્પા 2 મુવી 15 ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યાં છે.

Advertisment

પ્રાપ્ત વિગત અનુસાર, પુષ્પા 2એ રિલીઝ પહેલાં જ લગભગ 500 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી લીધી છે. પુષ્પા 2ના ડિઝિટલ અને ડિસ્ટ્રીબ્યુશન રાઇટ્સ વેચાઇ ગયા છે.

પિંકવિલાના રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ના ડિઝિટલ રાઇટ્સ નેટફ્લિક્સે ખરીદી લીધા છે. જે લગભગ 250થી 300 કરોડ રૂપિયાની અંદર ખરીદવામાં આવ્યા છે. તેને તમામ ભાષાઓમાં માટે રેકોર્ડ ડિલ જણાવાય રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ડીલમાં ફેરફાર થઇ શકે છે. જે પુષ્પા 2 બોક્સ ઓફિસ કેવું પ્રદર્શન કરે છે તેના આધારે છે. જો કે આ અંગે કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

Advertisment

આ પણ વાંચો : TMKOC Raj Anadkat: રાજ અનડકટ ફેઇમ ટપ્પૂ ફરી ચર્ચામાં, શું બબીતાજી લગ્ન કરવા જઇ રહ્યા છે? જાણો

પુષ્પા 2એ રાજા મૌલીની આરઆરઆર (RRR)ને પણ પછાડી દીધી છે. આરઆરઆર મુવી (RRR) ના ડિઝિટલ રાઇટ્સ 170 કરોડ રૂપિયામાં વેચાયા હતા. આ સાથે મીડિયા અહેવાલમાં દાવો છે કે, પુષ્પા 2ના ડિજિટલ જ નહીં પરંતુ ડ્રિસ્ટીબ્યૂશન રાઇટ્સ પણ વેચી દેવાયા છે. ઇન્સ્ટંટ બોલિવૂડ અનુસાર, આ રાઇટ્સ 200 કરોડ રૂપિયામાં વેચાયા છે.

રશ્મિકા મંદાના celebrities મનોરંજન ન્યૂઝ