/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/allu-arjun-arrested.jpg)
પુષ્પા 2 ફેમ અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી હતી? (ફોટો ક્રેડિટ અલ્લુ અર્જુન ઇન્સ્ટા)
Allu Arjun Arrested : સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન ફિલ્મ પુષ્પા 2ને લઇને સતત ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટર આ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. આ વચ્ચે ફેન્સને ઝટકો લાગે તેવા સમાચાર વાયરલ થયા હતા. કેટલાક કારણોસર અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી હોવાના સમાચારે જોર પકડ્યું છે. ચલો જાણીએ આખરે શું છે હકીકત?
અહેવાલ પર વિશ્વાસ કરીએ તો અલ્લુ અર્જુન હૈદરાબાદમાં આરટીઓ ઓફિસની મુલાકાત લેતો જોવા મળ્યો હતો. અલ્લુ અર્જુનની એક તસવીર પણ વાયરલ થઇ રહી છે. હવે આ સમાચાર પાછળનું સત્ય સામે આવ્યું છે.
હકીકતમાં અલ્લુ અર્જુન ફિલ્મ પુષ્પાઃ ધ રૂલ માટે સ્પેશિયલ શૂટિંગ પરમિટના કારણે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ લેવા માટે આરટીઓ ઓફિસ પહોંચ્યો હતો. નિર્દેશક સુકુમારની ફિલ્મમાં કેટલાક હાઇ-ઓક્ટેન સીન્સ શૂટ કરવાની યોજના છે. તેથી એક્ટર પાસે આ લાઇસન્સ હોવું જરૂરી છે.
Pushpa star Allu Arjun visits RTO Khairtabad for International Driving Licence #Hyderabad. pic.twitter.com/aIsbt76U70
— Arbaaz The Great (@ArbaazTheGreat1) March 20, 2024
મહત્વનું છે કે, વર્ષ 2021માં આવેલી ફિલ્મ ‘પુષ્પા’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ફિલ્મને દર્શકો તરફથી જોરદાર પ્રેમ મળ્યો હતો. ફિલ્મના ડાયલોગ અને ગીતો લોકોને યાદ રહી ગયા હતા. દરેક લોકો ‘ઝુકેગા નહીં સાલા’ અને ‘સામી સામી’ જ કહી રહ્યા હતા. હવે ફેન્સ ફિલ્મના પાર્ટ 2ની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફિલ્મમાંથી શ્રીવલ્લી એટલે કે રશ્મિકા મંદાનાનો ફર્સ્ટ લુકનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં રશ્મિકા મંદાના લાલ સાડી પહેરેલી જોવા મળે છે, તેને વાળમાં ગજરો લગાવ્યો છે અને માંગમાં સિંદૂર લગાવ્યું છે.
પુષ્પા 2 રિલીઝ ડેટ
‘પુષ્પા 2’ આ વર્ષે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ એક નહીં ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ‘પુષ્પા 2’માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સિવાય ફહદ ફાસિલ, જગદીશ પ્રતાપ ભંડારી, જગપતિ બાબૂ, પ્રકાશ રાજ સહિત ઘણા એક્ટર્સ જોવા મળશે. અલ્લુ અર્જુને હાલમાં જાણકારી આપી હતી કે ‘પુષ્પા’નો પાર્ટ 3 પણ બનાવવામાં આવશે.
આ પણ વાંચો : Deepika Padukone Baby: દીપિકા પાદુકોણ બેબી બોર્ન માટે મુંબઇ છોડી જશે માતાના ઘરે
મળતી માહિતી અનુસાર, પુષ્પા 2 માટે અલ્લુ અર્જુને ફિલ્મના પ્રોફિટનો 33 ટકા હિસ્સો માગ્યો છે. જો કે આ અંગે હજુ સત્તાવાર રીતે માહિતી સામે આવી નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us