સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) ની ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ બોક્સઓફિસ સહિત વિશ્વભરમાં તાબડતોડ કમાણી કરી હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનનો લુક્સ, તેના ડાયલોગ્સ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા. ઈન્ડિયા લેવલ પર રિલીઝ થયેલી આ ફિલ્મને દુનિયાના ખૂણે ખૂણેથી પ્રેક્ષકો તરફથી અપાર પ્રેમ મળ્યો હતો. ત્યારે હવે ફેન્સ પુષ્પાના બીજા ભાગની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તેવામાં ફિલ્મ નિર્માતાઓએ પુષ્પા 2ને ડિસેમ્બરમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. પરંતુ તે પહેલા જ પ્લેટફોર્મ્સ સાથે પણ ડીલ ચાલી રહી છે.
એક અનુમાન અનુસાર, પુષ્પા 2ને લઇને ઓટીટી ડીલ પણ આશરે 50થી 60 કરોડમાં ફાઇનલ થઇ શકે છે. જેને પગલે ફિલ્મ રિલીઝ પહેલાં જ પુષ્પા 2ની કમાણી 100 કરોડને આંબી જશે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મના ‘અટાવા’, ‘સામી’, ‘તેરી ઝલક શ્રીવલ્લી’ જેવાં ગીતોએ માત્ર સાઉથમાં જ નહિ પરંતુ હિન્દીમાં પણ ધૂમ મચાવી હતી. આથી ભાગ બેના મ્યૂઝિક રાઈટ્સ માટે પણ બહુ તગડી ડીલ થઈ છે .
નિર્માતાઓ થિયેટર રીલીઝ માટે પણ ડિસ્ટ્રીબ્યૂટર્સ સાથે અત્યારથી સોદાબાજી કરી રહ્યા છે. પહેલા ભાગને ટિકિટબારી પર અણધારી સફળતા મળી હતી. તે પછી બીજા ભાગ માટે લોકોની ઉત્સુકતા ચરમસીમાએ છે. સાઉથમાં તો આ ફિલ્મના રોજેરોજનાં અપડેટ વાયરલ થાય છે. ફિલ્મના પહેલા ભાગની બ્રાન્ડ વેલ્યૂ જોતાં બીજા ભાગ માટે વિશ્વભરમાં થિયેટર રીલીઝમાં એક હજાર કરોડની કમાણીનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.
આવો જાણીએ ટ્રેલર કેટલુ દમદાર અને દર્શકોનો પ્રતિસાદ કેવો છે?
ટ્રેલરની શરુઆત પુષ્પા તિરુપતિ જેલથી ફરાર થઈ ગયો હોય ત્યાંથી થાય છે. તેને 8 ગોળી વાગી છે સાથે જ તેના જીવિત રહેવાની આશા ના બરાબર છે. આ ખબર સામે આવતા જ ‘પુષ્પા’ના સમર્થકો રોષે ભરાયા છે. લોકો વિરોધ પ્રદર્શન કરીને જણાવી રહ્યા છે કે પુષ્પાની મદદથી કોઈ બાળકને નવું જીવન તો કોઈને રહેવા માટે છત મળી છે. એક તરફ પુષ્પાના ચાહકો તેના નારા લગાવી રહ્યા છે.તો બીજી તરફ પોલીસ તેમના પર લાઠીચાર્જ કરી અને પાણી વરસાવી રહ્યા છે. દરેકના મનમાં એક જ સવાલ છે, ‘પુષ્પા ક્યાં છે?’
ટ્રેલરમાં આગળ બતાવવામાં આવ્યું છે કે, એક ન્યૂઝ ચેનલના સિંહોના વિસ્તારમાંથી એક ક્લિપ મળી છે. આ ક્લિપમાં પુષ્પાની ઝલક દેખાય છે. અહીં અલ્લુ અર્જૂનનો નવો અવતાર કોઈના પણ રુંવાડા ઉભા કરી દે તેવો છે. સવા 3 મિનીટની આ ક્લિપને જોયા બાદ નેટિઝન્સે ફિલ્મની સ્ટોરીનું અનુમાન લગાવવાનું શરુ કરી દીધું છે.