Pushpa 2 : રશ્મિકા મંદાનાના ચાહકો માટે ખુશખબર ! શ્રીવલ્લી’એ પુષ્પા 2 માટે શૂટિંગ શરૂ કર્યું

Pushpa 2 Shooting update : નેશનલ ક્રશ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) ના પ્રશંસકો માટે મોટી ખુશખબર છે. જે સાંભળીને તેના ચાહકો ભાવવિભોર બની જશે.

Written by mansi bhuva
June 29, 2023 07:19 IST
Pushpa 2 : રશ્મિકા મંદાનાના ચાહકો માટે ખુશખબર ! શ્રીવલ્લી’એ પુષ્પા 2 માટે શૂટિંગ શરૂ કર્યું
રશ્મિકા મંદાના ફાઇલ તસવીર (ફોટો ક્રેડિટ રશ્મિકા મંદાના ઇન્સ્ટા)

Pushpa 2 Release Date : સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જૂન અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અભિનિત ફિલ્મ ‘પુષ્પા’ સુપરહિટ જવાને પગલે હવે તેની સિકવલ ‘પુષ્પા 2’નું નિર્માણ થઇ રહ્યુ છે. પુષ્પા 2ની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આવી સ્થિતિમાં ફેન્સ માટે ખુશખબર છે. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રીવલ્લી તરીકે નેશનલ ક્રશનું બિરુદ મેળવનારી રશ્મિકા મંદાનાએ આ ફિલ્મના બીજા ભાગ ‘પુષ્પા, ધી રુલ્સ’ માટે શૂટિંગ શરુ કરી દીધું છે. રશ્મિકાએ ફિલ્મના સેટ પરથી ફોટા શેર કરતાં તેના ચાહકો ભાવવિભોર બની ગયા હતા.

‘પુષ્પા ,ધી રુલ’ આગામી વર્ષે રીલીઝ થવાની છે. અગાઉ , અલ્લુ અર્જુન સહિતના કલાકારો શૂટિંગનું એક શિડયૂલ પૂર્ણ કરી ચૂક્યા છે. જો કે દિગ્દર્શક સુકુમારને કેટલુંક શૂટિંગ પસંદ પડયું ન હોવાથી તેણે રીશૂટ કરાવ્યું હતું.

https://www.instagram.com/p/Ct0rMSksqZB/

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં એવી અફવા હતી કે બીજા ભાગમાં શ્રીવલ્લીનું પાત્ર મૃત્યુ પામવાનું છે. આ અફવાથી ચાહકો ભારે નારાજ થયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર તડાપીટ બોલાવીને આવું કાંઈ બીજા ભાગમાં હશે તો થિયેટરોમાં ધમાલ મચાવવાની ચિમકી ઉચ્ચારી હતી. જેને લઇને આખરે મેકર્સે સ્પષ્ટતા કરવી પડી હતી કે શ્રીવલ્લીનું પાત્ર મૃત્યુ પામવાનું નથી.

આ પણ વાંચો : Suraj Kumar : સાઉથ એક્ટર સૂરજ કુમારને ભયાનક માર્ગ અકસ્માતમાં પગ ગુમાવવો પડ્યો

રશ્મિકા મંદાનાના વર્કફ્રન્ટ અંગે વાત કરીએ તો ‘પુષ્પા, ધી રાઈઝ’ના પહેલા ભાગથી હિન્દી બેલ્ટના દર્શકોમાં પણ ભારે લોકપ્રિય બની ચૂકેલી રશ્મિકા એ પછી બોલીવૂડમાં અનેક ફિલ્મો સાઈન કરી ચૂકી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ