ushpa 2 Release Date: અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝ ની શાનદાર સફળતા બાદ હવે ચાહકો પુષ્પા 2: ધ રૂલ જોવા માટે ઉત્સાહિત છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી જ ફેન્સ ફિલ્મની રિલીઝ થવાની રાહ જોવા લાગ્યા હતા. આ ફિલ્મ 6 ડિસેમ્બરે રિલીઝ થશે, પરંતુ તે પહેલા ફેન્સને વધુ એક સરપ્રાઇઝ મળી છે.
અલ્લુ અર્જન અને રશ્મિકા મંદાના સ્ટાટર મૂવી પુષ્પા 2: ધ રૂલ, પુષ્પા પુષ્પા અને અંગારો ના બે ગીતો પહેલેથી જ છવાઇ ગયા છે. આ દરમિયાન, ફિલ્મ સર્જકોએ ફહાદ ફાસીલને તેના જન્મદિવસે ખાસ સરપ્રાઇઝ આપી છે. ફહાદે આ ફિલ્મમાં ભંવર સિંહ શેખાવતનો રોલ કર્યો હતો, હા અને હવે તેનું નવું પોસ્ટર ફેન્સને ખુશ કરવા માટે પૂરતું છે.

પુષ્પા: ધ રાઇઝ મૂવીમાં તેમના પાત્ર ભંવર સિંહ શેખાવતને વિવેચકો અને પ્રેક્ષકો બંને તરફથી પ્રશંસા મળી હતી અને તેમને તેમની શ્રેષ્ એક્ટિંગ પૈકીની એક તરીકે વર્ણવવામાં આવી હતી. હવે ફિલ્મ પુષ્પા 2: ધ રુલ માં ફહાદ ફાસીલ ભંવર સિંહ શેખાવત તરીકે ફરી આવી રહ્યો છે. તેની અને અલ્લુ અર્જુન વચ્ચેની એક્શન-પેક્ડ ટક્કર જોવા ચાહકો અધીરા થયા છે.
આ પણ વાંચો | સાઉથ મૂવી માર્ટિન નું ટ્રેલર લોન્ચ, ધ્રુવ સરજા પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાડશે
પુષ્પા 2: ધ રૂલ મૂવી રિલીઝ તારીખ
અપકમિંગ સાઉથ મૂવી પુષ્પા 2: ધ રૂલ આગામી 6 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને સુકુમારે ડિરેક્ટ કરી છે. પુષ્પા મૂવીમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના આ ફિલ્મમાં લીડ રોલમાં છે. આ ફિલ્મની રિલીઝ પહેલા જ ફિલ્મના ટીઝર અને ગીતો ધૂમ મચાવી રહ્યા છે, એવામાં ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, અને ભંવર સિંહના પોસ્ટરથી ફેન્સની અપેક્ષાઓ વધી ગઇ હશે.





