/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/allu-arjun-pushpa-2-teaser.jpg)
Pushpa 2 Teaser : પુષ્પા 2 મુવીમાં 6 મિનિટના સીન પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા, અદ્ભુત છે કહાની
Pushpa 2 Teaser : સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન(Allu Arjunn) અપકમિંગ મુવી પુષ્પા 2 : ધ રૂલ (Pushpa 2) ને કારણે સતત ચર્ચામાં છવાયેલો છે. પુષ્પા 2ની લોકો આતુરતાથી વાટ જોઇ રહ્યા છે. આવા સંજોગોમાં પુષ્પા 2 ટીઝર (Pushpa 2 Teaser) અલ્લુ અર્જુનના બર્થડે (Allu Arjun Birthday) પર 8 એપ્રિલે રિલીઝ કરાયું હતું. જેમાં 6 મિનિટના સીન માટે કરોડો રૂપિયા ખર્ચાયા હોવાના સમાચાર સામે આવ્યાં છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/allu-arjun-news.jpg)
પુષ્પા 2 ટીઝર રેકોર્ડ બ્રેક
પુષ્પા 2માં અલ્લુ અર્જુનનો ખત્તરનાક લૂક જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, પુષ્પા 2 ટીઝરને માત્ર 24 કલાકમાં 36 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે તેને રણબીર કપૂરની બ્લોક બસ્ટર ફિલ્મ એનિમલનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. એનિમલ ટીઝરને 24 કલાકમાં 23 મિલિયન વ્યૂઝ મળ્યા હતા.
હવે પુષ્પા 2 ટીઝરમાં અલ્લુ અર્જુનના લૂકની વાત કરીએ તો 68 સેંકડમાં એક્ટર ભયાનક ગેટ અપમાં જોવા મળી રહ્યો હતો. આ લૂક સાથે તે નૃત્ય કરતો જોવા મળ્યો હતો. અલ્લુ અર્જુના આ અવતારનું કનેક્શન 'તિરૂપતિ ગંગમ્મા જાત્રા' સાથે છે.
'તિરૂપતિ ગંગમ્મા જાત્રા' કહાની
એવું કહેવાય છે કે, લગભગ 100 વર્ષ પહેલાં જ્યારે તિરૂપતિ અને તેની આજુબાજુના ક્ષેત્રો પર પલેગોંડુલુએ રાજ જમાવ્યું હતું. તે સમયે મહિલાઓ પર અત્યાચાર ચરમસીમા પર હતો. આવી સ્થિતિમાં દેવી ગંગમ્માએ અવિવાલા નામના એક ગામમાં જન્મ લીધો હતો. મોટા થતાં જ્યારે પલેગોંડુલુએ દેવી ગંગમ્માને નુકસાન પહોંચાડવાની કોશિશિ કરી તો તેણે શબક શીખવ્યું હતું. આ પ્રકારે ગંગમ્મા જાત્રા અસ્તિત્વમાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પુષ્પા 2માં આ સીન છ મિનિટનો છે. આ સીન માટે 30 દિવસનો સમય લાગ્યો હતો. પુષ્પા 2માં આ સીન શૂટ કરવા માટે લગભગ 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સીન શૂટ કરવા માટે અલ્લુ અર્જુનને બેક પેઇન પણ થવા લાગ્યો હતો. પુષ્પા 2 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us