Allu Arjun Pushpa 2 Movie Teaser Release : અલ્લુ અર્જુનના બર્થડે (Allu Arju BIrthday) પુષ્પા 2 મુવી ટીઝર (Pushpa 2 Teaser) રિલીઝ કરાયું છે. ભારતીય સિનેમાના સૌથી વધુ કમાણી કરનારા સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન (Allu Arjun) આજે 8 એપ્રિલે પોતાનો 42મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યો છે. ફિલ્મ પુષ્પા (Film Pushpa) થી ફિલ્મી દુનિયામાં ડંકો વગાડાનાર અલ્લુ અર્જુન આજે મોટું નામ બની ગયો છે.
પુષ્પા 2 ફિલ્મના ટીઝરની વાત કરીએ તો અલ્લુ અર્જુન એકદમ વિકરાળ અને ખતરનાક અંદાજમાં નજર આવી રહ્યો છે. વીડિયોમાં અલ્લુ અર્જુને સાડી, ગળામાં મોગરા તથા નીબુંની માળા પહેરી છે. પુષ્પા 2 મુવી ટીઝર જોઇને ફિલ્મ જોવા માટે ફેન્સની આતુરતા બમણી થઇ જશે.
પુષ્પા 2 ફિલ્મની કહાનીની વાત કરીએ તો તેમાં ફાસિલ અને અલ્લુ અર્જુન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. સાથે જ પુષ્પા 2માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાના ગૃહસ્થ જીવનની આગળની કહાની પણ બતાવવામાં આવે છે. પુષ્પા 2 મુવી 15 ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
અલ્લુના અંગત જીવન વિશે વાત કરીએ તો અભિનેતાએ સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યા. જો અહેવાલોનું માનીએ તો તેણે સ્નેહાને પ્રથમ વખત મિત્રના લગ્નમાં જોઇ અને તેના પ્રેમમાં પડી ગયો. એવું કહેવાય છે કે જ્યારે તે માસ્ટર્સ પૂર્ણ કરીને અમેરિકાથી પરત આવી ત્યારે અલ્લુએ તેના સંબંધીઓને લગ્ન માટે તેના ઘરે મોકલ્યા હતા, પરંતુ સ્નેહાના બિઝનેસમેન પિતાએ ના પાડી. જોકે બાદમાં લગ્ન માટે સંમત થયા હતા.