Pushpa 2 release date | પુષ્પા 2 ગુરુવારે થશે રિલીઝ, હિન્દી વર્ઝન સેન્સર બોર્ડમાંથી પાસ, ડાયલોગમાં આટલા બદલાવ

Pushpa 2 The Rule | પુષ્પા 2 ફિલ્મનું નિર્દેશન સુકુમારે કર્યું છે. તેમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મહત્વની ભૂમિકામાં છે. 'પુષ્પા 2: ધ રૂલ' 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Written by shivani chauhan
Updated : December 04, 2024 11:38 IST
Pushpa 2 release date | પુષ્પા 2 ગુરુવારે થશે રિલીઝ, હિન્દી વર્ઝન સેન્સર બોર્ડમાંથી પાસ, ડાયલોગમાં આટલા બદલાવ
પુષ્પા 2 ધ રૂલ હિન્દી વર્ઝન સેન્સર બોર્ડમાંથી પાસ, ફિલ્મ ડાયલોગમાં આટલા બદલાવ હશે

Pushpa 2 The Rule | પુષ્પા 2 રિલીઝ ડેટ આવી ગઇ છે. 5 ડિસેમ્બર ગુરુવારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અભિનીત ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ (Pushpa 2 The Rule) હિન્દી વર્ઝન સેન્સર પ્રક્રિયામાંથી પસાર થઇ ગયું છે. સેન્સર સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ કેટલાક ફેરફારોને આધીન, 3 ડિસેમ્બરે ફિલ્મને મંજૂરી આપી દીધી છે. આ ફિલ્મનો પહેલો ભાગ ‘પુષ્પાઃ ધ રાઇઝ – પાર્ટ 1’ (2021)માં રિલીઝ થયો હતો. તે એક મોટી હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મે 267 કરોડ રૂપિયાની કમાણી કરીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. અલ્લુ અર્જુનને આ ફિલ્મમાં તેના શાનદાર અભિનય માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

પુષ્પા 2 ધ રૂલ ડાયલોગ બદલાવ (Pushpa 2 The Rule Dialogue Changes)

ફિલ્મમાં કરવામાં આવેલા મોટા ફેરફારોમાં ‘રામાવતાર’ શબ્દને ‘ભગવાન’ સાથે બદલવામાં આવ્યો છે. હિન્દીમાં એક ડાયલોગ બદલવામાં આવ્યો છે. આ સિવાય કેટલાક વાંધાજનક શબ્દોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. કપાયેલો પગ ઉડતો દર્શાવતું દ્રશ્ય હટાવામાંકરવામાં આવ્યું છે. આ દ્રશ્ય પહેલાથી જ તેલુગુ વર્ઝનમાંથી એડિટ કરવામાં આવ્યું હતું. સેન્સર બોર્ડે ધૂમ્રપાનના દ્રશ્યોમાં ધૂમ્રપાન સંબંધિત ચેતવણીઓ ઉમેરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો: શાલિની પાંડેની સરખામણી આલિયા ભટ્ટ સાથે, શાલિનીએ આપ્યો આવો પ્રતિભાવ

‘પુષ્પા 2: ધ રૂલ’ના તેલુગુ વર્ઝનને 28 નવેમ્બરે મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ત્રણ જગ્યાએ વાંધાજનક શબ્દ દૂર કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ સિવાય ‘ડેંગુડ્ડી’ અને ‘વેંકટેશ્વર’ જેવા શબ્દો પણ હટાવી દેવામાં આવ્યા હતા. ફિલ્મના હીરોનો કપાયેલો હાથ પકડાયેલો સીન પણ એડિટ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: શાહરુખ ખાનની આ વ્હિસ્કી બ્રાન્ડ દુનિયામાં બેસ્ટ બની, જાણો શું છે નામ અને કિંમત

pushpa 2 release date : પુષ્પા 2 રિલીઝ ડેટ

હિન્દી અને તેલુગુ બંને વર્ઝનને U/A પ્રમાણપત્રો પ્રાપ્ત થયા છે. ફિલ્મનો કુલ સમયગાળો 200.38 મિનિટનો છે. પુષ્પા 2 ફિલ્મનું નિર્દેશન સુકુમારે કર્યું છે. તેમાં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના અને ફહદ ફાસિલ મહત્વની ભૂમિકામાં છે. ‘પુષ્પા 2: ધ રૂલ’ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ