Pushpa 2 The Rule Movie Release Date Announced : અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મને લઈને દર્શકોમાં ઘણો ક્રેઝ છે. આ ફિલ્મની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ચાહકો આ ફિલ્મ સંબંધિત નાનામાં નાના અપડેટ્સ મેળવવા માટે ઉત્સાહિત રહે છે. પુષ્પા-1 ધ રાઇધ ની શાનદાર સફળતા જોઈને નિર્માતાઓએ પુષ્પા-2 ધ રૂલ બનાવવાની ઘોષણા કરી હતી. હવે આ મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા 2 ધ રૂલની રિલિઝ ડેટ આખરે જાહેર થઈ ગઈ છે. જાણો આ ફિલ્મ ક્યારે રિલિઝ થશે
અલ્લુ અર્જુનની પુષ્પા-2 ક્યારે રિલિઝ થશે
તાજેતરમાં પુષ્પા-2 મૂવીના નિર્માતાઓએ ફિલ્મની રિલિઝ ડેટની જાહેરાત કરી અને સત્તાવાર પોસ્ટર રિલીઝ કર્યું, જેણે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે. સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનની રજાઓ સાથે લોંગ વીકેન્ડ પર રિલીઝ થનારી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફરી એકવાર નવો રેકોર્ડ બનાવી શકે છે. પુષ્મા-2 આગામી વર્ષે 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાધરોમાં રિલિઝ થશે.
દેશભરના પ્રેક્ષકો આઇકોનિક પુષ્પા 2 ધ રુલની સિક્વલની રાહ જોઈ રહ્યા હતા. અલ્લુ અર્જુને તાજેતરમાં જ 69માં નેશનલ એવોર્ડ્સમાં પુષ્પાની ભૂમિકા માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો. આ સાથે અભિનેતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘પુષ્પા 2’ના શૂટિંગની કેટલીક ખાસ ઝલક પણ જોવા મળી હતી.
પુષ્પા 2 ફિલ્માં અલ્લુ અર્જુનનો ડરામણો લુક
વર્ષની શરૂઆતમાં, ‘પુષ્પા 2’માં અલ્લુ અર્જુનની ફર્સ્ટ લૂક પોસ્ટ શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટરમાં અલ્લુ અર્જુને સાડી પહેરી હતી. અભિનેતાના ચહેરા પર લાલ અને વાદળી રંગનો મેકઅપ કરેલો છે અને હાથમાં બંગડીઓ, ગળામાં સોનાનો હાર, કાનની બુટ્ટી અને નાકમાં નથણી તેમજ ગળામાં લીંબુનો હાલ પહેર્યો છે. આ લુકમાં તેનો ચેહરો ડરામણો દેખાય છે. જો કે કો-સ્ટાર રશ્મિકા મંદાનાનો લુક હજી સુધી સામે આવ્યો નથી.
તમને જણાવી દઈએ કે પુષ્પા-ધ રાઇઝે બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોરોના મહામારી બાદ અલ્લુ અર્જુનની પેન ઈન્ડિયા ફિલ્મ હતી જે પ્રેક્ષકોને થિયેટરોમાં ખેંચી લાવવામાં સફળ રહી હતી. આ ફિલ્મે તેના પાવરફુલ સંવાદો, દમદાર સ્ટોરી અને દિલ જીતી લેનારા ગીતોથી દેશભરમાં હલચલ મચાવી દીધી હતી. અલ્લુ અર્જુન દ્વારા ભજવવામાં આવેલ પુષ્પરાજનું પાત્ર ભારતીય સિનેમાના ઈતિહાસમાં સૌથી વધુ પસંદ કરવામાં આવેલા પાત્રો પૈકીનું બની ગયું છે.
આ પણ વાંચો | સાઉથની સૌથી મોંધી સ્ટાર શ્રિયા સરન એક ફિલ્મ માટે લે છે આટલા કરોડ, જાણો એક્ટ્રેસની નેટવર્થ
આ ફિલ્મ દરેક ભાષા કે વર્ગના લોકોમાં લોકપ્રિય બની છે. દિગ્દર્શક સુકુમાર દ્વારા બનાવવામાં આવેલી દુનિયાએ વર્ગનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે, જે આનાથી પણ મોટી સિક્વલ માટે યોગ્ય છે. તમને જણાવી દઈએ કે ફહદ ફાસિલ આ ફિલ્મમાં એસપી ભંવર સિંહ શેખાવતની ભૂમિકામાં ફરી જોવા મળશે. તો રશ્મિકા મંદાના શ્રીવલ્લીની ભૂમિકામાં પરત ફરવા માટે તૈયાર છે. તેની કિંમત પણ પુષ્પા: ધ રાઇસ કરતા ઘણી વધારે છે. પુષ્પા-2 ફિલ્મ 500 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે અને તેમાં ઘણી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે.





