પુષ્પા 2 ટીઝર અલ્લુ અર્જૂનના બર્થ ડે પર થશે રિલિઝ, રશ્મિકા મંદાનાનો ફર્સ્ટ લૂક જોઇ ચોંકી જશો

Pushpa 2 The Rule Teaser Release On Allu Arjun Birthday : પુષ્પા 2 ધ રૂલ્સ મૂવીનું ટીઝર 8 એપ્રિલે રિલિઝ થશે. આ દિવસે અલ્લૂ અર્જૂનનો બર્થ ડે છે. તો રશ્મિકા મંદાનાના બર્થ ડે પર પુષ્પા 2 મૂવીમાં તેના ફર્સ્ટ લૂકનું પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું છે.

Pushpa 2 The Rule Teaser Release On Allu Arjun Birthday : પુષ્પા 2 ધ રૂલ્સ મૂવીનું ટીઝર 8 એપ્રિલે રિલિઝ થશે. આ દિવસે અલ્લૂ અર્જૂનનો બર્થ ડે છે. તો રશ્મિકા મંદાનાના બર્થ ડે પર પુષ્પા 2 મૂવીમાં તેના ફર્સ્ટ લૂકનું પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Upcoming Movies: 15 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર મહાસંગ્રામ, અલ્લુ અર્જૂનની પુષ્પા 2 સામે ટકરાશે 3 બોલીવુડ મુવી

પુષ્પા 2 મૂવીનું પોસ્ટર (Photo- @PushpaMovie)

Pushpa 2 The Rule Teaser Release On Allu Arjun Birthday : અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંદાનાની અપકમિંગ મૂવી પુષ્પા 2 ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ખુશીના સમાચાર એ છે કે 5 એપ્રિલે પુષ્પાની શ્રીવલ્લી ફેમ રશ્મિકા મંદાનાના બર્થ ડે પર પુષ્પા 2 ફિલ્મનું પોસ્ટર રિલિઝ કરાયું છે. હવે બીજી મહત્વની બાબત એ કે અલ્લુ અર્જૂનના બર્થ ડે પર પુષ્પા 2 ફિલ્મનું ટીઝર રજુ રિલિઝ કરાશે.

Advertisment

રશ્મિકા મંદાનાના બર્થ ડે પર શ્રીવલ્લીનો ફર્સ્ટ લૂક પોસ્ટર રિલિઝ

રશ્મિકા મંદાના એ 5 એપ્રિલ, 2024ના રોજ પોતાનો 28 બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. બર્થ ડે પર પુષ્પા ફિલ્મની શ્રીવલ્લી એટલે કે રશ્મિકા મંદાનાનો પુષ્પા 2 મૂવીનો ફર્સ્ટ લૂક પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યો છે. આ પોસ્ટરથી રશ્મિકા મંદાનાની એક્ટિંગ શાનદાર અને જોરદાર હોવાનું મનાય છે. પોસ્ટર જોયા બાદ ફેન્સમાં ફિલ્મને લઇ આતુરતા વધી રહી છે.

,

પુષ્પા 2ના ફર્સ્ટ લૂક પોસ્ટરમાં રશ્મિકા મંદાના ના દેખાવની વાત કરીયે તો અભિનેત્રી એકદમ ધાંસૂ લૂકમાં દેખાઇ રહી છે. અભિનેત્રીએ ગ્રીન કલરની સાડી સાથે હેવી જ્વેલરી પહેરી છે. પોસ્ટરમાં અભિનેત્રી આંખ નજીક આંગળી લાવી કોઇ સંકેત આપી રહી હોય તેવું લાગે છે. ફેન્સ રશ્મિકા મંદાનાના આ લૂકના ભરપૂર વખાણ કરી રહ્યા છે.

Advertisment

પુષ્પા 2 નું ટીઝર 8 એપ્રિલે રિલિઝ થશે

પુષ્પા 2 ફિલ્મના ટીઝર રિલિઝ અંગે મોટા અપડેટ આવ્યા છે. રશ્મિકા મંદાનાના પુષ્પા 2 મૂવીના ફર્સ્ટ લૂક પોસ્ટર રિલિઝની સાથે ફિલ્મના ટીઝર લોન્ચની તારીખ પણ જાહેર કરી છે. પુષ્પા 2 ધ રૂલ્સ ફિલ્મનું ટીઝર 8 એપ્રિલ, 2024 સોમવારે રિલિઝ કરવામાં આવશે. તમને જણાવી દઇયે કે 8 એપ્રિલ પર પુષ્પા ફેમ અલ્લુ અર્જૂનની બર્થ ડે છે. આમ પુષ્પા 2નું ટીઝર રિલિઝ કરી અલ્લુ અર્જૂન તેના ફેન્સને સપ્રાઇઝ આપશે.

આ પણ વાંચો | દીપિકા પાદુકોણને મળ્યું મોટું સરપ્રાઇઝ, સોન્ગ ‘બાજીરાવ મસ્તાની’એ રચ્યો ઇતિહાસ, ઓસ્કરે કર્યું સન્માન

પુષ્પા 2 ફિલ્મ ક્યારે રિલિઝ થશે

પુષ્પા 2 ફિલ્મની રિલિઝ તારીખ અંગે પહેલાથી જ જાહેરાત કરી દેવામાં આવી છે. પુષ્પા 2 મૂવી 15 ઓગસ્ટ, 2024ના રોજ રિલિઝ થશે. તમને જણાવી દઇયે કે, પુષ્પા 1 ચાહકોને બહુ પસંદ આવ્યો છે. આ ફિલ્મમાં પુષ્પા ફેમ અલ્લુ અર્જૂનની એક્ટિંગ અને સ્ટાઈલના ભરપૂર વખાણ થાય છે. તો રશ્મિકા મંદાનાની સુંદરતા જોઇ ફેન્સ તેના દિવાના થઇ ગયા છે.

સાઉથ મુવી ન્યૂઝ રશ્મિકા મંદાના સેલિબ્રિટી બર્થ ડે celebrities મનોરંજન ન્યૂઝ