સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાને તેમની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ (Pushpa: The rise) માટે માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ અઢળક પ્રેમ મળ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ તોડ્યા છે. ત્યારે ફિલ્મ ‘પુષ્પા’ 8 ડિસેમ્બરના રોજ રશિયામાં રિલીઝ થઇ હતી. ભારતભરમાં ધૂમ મચાવનારી પુષ્પા- ધી રાઈઝ ફિલ્મ રશિયામાં પણ સુપરહિટ પુરવાર થઈ છે. મળતી માહિતી અનુસાર, આ ફિલ્મે રશિયામાં એક મહિના કરતાં પણ ઓછા સમયમાં ૧૩ કરોડ રુપિયાનો વેપાર કરી લીધો છે. પુષ્પા : ધ રાઇઝ ગઈ તા. આઠમી ડિસેમ્બરના રોજ રશિયામાં રિલીઝ થઇ હતી. હજી પણ આ ફિલ્મ દેશના ૭૭૪થી પણ વધુ સ્ક્રીન પર ચાલી રહી છે. આ ફિલ્મે રશિયાના બોક્સ ઓફિસ પર ૨૫ દિવસોમાં જ એક કરોડ રૂપિયા કરતા પણ અધિક કમાણી કરી છે. ભારતીય ચલણ અનુસાર આ રકમ આશરે ૧૩ કરોડ જાય છે.
આ ફિલ્મે બાહુબલી ટુને પાછળ ધકેલી દઇને રશિયામાં સૌથી વધુ કમાણી કરનારી દક્ષિણ ભારતીય ફિલ્મ બની ગઇ છે. ઉલ્લેખનીય છે કે, પુષ્પાએ ભારતમાં લગભગ રૂપિયા ૩૫૦ કરોડની કમાણી કરી છે. હવે તેનો બીજો ભાગ આ વર્ષે રજૂ થાય તેવી સંભાવના છે.
તમને જણાવી દઇએ કે રશિયામાં ફિલ્મની રિલીઝ પહેલા જ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. જેમાં રશિયન મહિલાઓ ‘સામી સામી’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી. વાયરલ વીડિયોમાં મોસ્કોના રેડ સ્ક્વેર પર સ્ટેટ હિસ્ટોરિકલ મ્યુઝિયમની સામે મહિલાઓ ફેમસ ગીત પર ડાન્સ કરી રહી હતી. જ્યારથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો,ત્યારથી યુઝર્સ કોમેન્ટ કરીને અને દરેકના વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: મલાઇકા અરોરા અને અરબાઝ ખાન મોડી રાત્રે સાથે જોવા મળ્યા, પ્રશંસકોએ આપી આવી પ્રતિક્રિયા
સુકુમારના નિર્દેશનમાં બનેલી ‘પુષ્પાઃ ધ રાઈઝ’ રિલીઝ થયું ત્યારથી જ ફેન્સ તેના બીજા ભાગ ‘પુષ્પાઃ ધ રૂલ’ની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મના બીજા ભાગનું શૂટિંગ ચાલી રહ્યુ છે અને ટૂંક સમયમાં તે થિયેટરોમાં રિલીઝ થશે. મીડિયા રિપોર્ટ મુજબ ‘પુષ્પા 2’ પહેલા ભાગ કરતાં વધુ ભવ્ય હશે અને સુકુમાર તેના માટે કોઈ કસર છોડશે નહીં. ફેન્સ ‘પુષ્પા ધ રૂલ’ માટે ખૂબ જ એક્સાઈટેડ છે.