/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/pushpa-pushpa-song.jpg)
Pushpa Pushpa Song : પુષ્પા 2નું ધાંસૂ 'પુષ્પા પુષ્પા સોન્ગ' રિલીઝ
Pushpa 2 First Song Pushpa Pushpa : સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન(Allu Arjun) અને રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અપકમિંગ મુવી પુષ્પા 2 : ધ રાઇઝ (Pushpa 2) ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. ત્યારે મેકર્સ પુષ્પા 2 મુવીનું ફર્સ્ટ સોન્ગ પુષ્પા પુષ્પા (Pushpa Pushpa Song) રિલીઝ કરી દીધું છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/pushpa-pushpa-song-allu-arjun-poster.jpg)
'પુષ્પા 2'મુવી રિલીઝ ડેટ
પુષ્પા 2 મુવી સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ‘પુષ્પા 2’ની કહાની જ્યાંથી ખતમ થઇ હતી ત્યાર પછીની કહાની સાથે ધમાકો કરવા માટે તૈયાર છે.
રિલીઝ પહેલા 'પુષ્પા 2'ની મબલક કમાણી
અહેવાલો અનુસાર, પુષ્પા 2 ધ રૂલના ડિજિટલ અધિકારો OTTના ટોચના પ્લેટફોર્મ Netflix દ્વારા 250 થી 300 કરોડ રૂપિયાની વચ્ચે ખરીદવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પુષ્પા 2 ધ રૂલના ટીઝરને યુટ્યુબ પર 100 મિલિયનથી વધુ વ્યૂઝ અને 1 મિલિયનથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. પુષ્પા 2 ટીઝરમાં અલ્લુ અર્જુનના લૂકની વાત કરીએ તો 68 સેંકડમાં એક્ટર ભયાનક ગેટ અપમાં જોવા મળી રહ્યો હતો. આ લૂક સાથે તે નૃત્ય કરતો જોવા મળ્યો હતો. પુષ્પા 2માં આ સીન છ મિનિટનો છે. આ સીન માટે 30 દિવસનો સમય લાગ્યો હતો. પુષ્પા 2માં આ સીન શૂટ કરવા માટે લગભગ 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સીન શૂટ કર્યા પછી અલ્લુ અર્જુનને પીઠમાં દુખાવો થવા લાગ્યો હતો. અલ્લુ અર્જુને ફીમાં કર્યો મોટો વધારો કર્યો છે.
અલ્લુ અર્જનનો ફીમાં બંપર વધારો
લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, એક્ટર પોતાની ફિલ્મ માટે અત્યાર સુધી 100 કરોડ રૂપિયા ચાર્જ કરતો હતો. ત્યાં જ હવે તેમની ફીમાં 30 ટકા વધી ગઈ છે. મળતી માહિતી અનુસાર, અલ્લુ અર્જુને પોતાની ફી વધારીને હવે 150 કરોડ રૂપિયા કરી દીધી છે. જોકે સાઉથ સિનેમાના કલાકારો માટે ફીની આટલી મોટી રકમ ખૂબ જ સામાન્ય વાત છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us