બંધ થઇ રહી છે લોકપ્રિય સિરિયલ ‘રાધા કૃષ્ણ’, જાણો ક્યારે પ્રસારિત થશે છેલ્લો એપિસોડ

Radha Krishna Serial: સ્ટાર ભારત ચેનલ (star bharat channel) પર 4 વર્ષથી પ્રસારિત થઇ રહેલી સિરિયલ 'રાધા કૃષ્ણ' (Radha Krishna TV Serial) ઘણી લોકપ્રિય છે અને તેમાં રાધા-કૃષ્ણનું પાત્ર ભજવનાર કલાકારોએ (radha krishna cast) દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યુ છે. જો કે દર્શકો માટે માઠા સમાચાર એ છે કે આગામી વર્ષે આ સિરિયલ બંધ (Radha Krishna TV Serial close) થવા જઇ રહી છે, જાણો કઇ તારીખે 'રાધા કૃષ્ણ' સિરિયલનો છેલ્લો એપિસોડ (Radha Krishna Serial last ) પ્રસારિત થશે.

Written by Ajay Saroya
December 22, 2022 19:58 IST
બંધ થઇ રહી છે લોકપ્રિય સિરિયલ ‘રાધા કૃષ્ણ’, જાણો ક્યારે પ્રસારિત થશે છેલ્લો એપિસોડ

(જ્યોતિ જયસ્વાલ) હાલ ટીવી ઉપર પ્રસારિત થતી સિરિયલ ‘રાધા કૃષ્ણ’ બહુ જ લોકપ્રિય છે. જો કે આ ‘રાધા કૃષ્ણ’ સિરિયલના દર્શકો માટે એક આધાતજનક સમાચાર આવ્યા છે. આ સિરિયલ આગામી મહિનાથી બંધ થઇ રહી છે. આ સિરિયલે તેના કન્ટેન્ટ અને એક્ટિંગના દમ પર દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે. આ સિરિયલમાં ‘રાધા કૃષ્ણ’નું પાત્ર ભજવનાર કલાકારોએ દર્શકોના મનમાં સ્થાન બનાવ્યુ છે અને ‘રાધા કૃષ્ણ’ ના શાશ્વત પ્રેમ કથાના સાક્ષી બન્યા છે. આ સિરિયલને તાજેતરમાં જ 4 વર્ષ પૂરા થયા છે પણ કમનસીબે આ લોકપ્રિય સિલિયલ હવે બંધ થઇ રહી છે.

'રાધા કૃષ્ણ'ના કલાકાર લોકપ્રિય થયા

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ સિરિયલમાં શ્રીકૃષ્ણનું પાત્ર સુમેધ મુદગલકર અને રાધાનું પાત્ર મલ્લિકા સિંહે ભજવ્યુ છે અને ઘર-ઘર લોકપ્રિય થવાની સાથે સાથે દર્શકોના દિલમાં સ્થાન બનાવવામાં સફળ થયા છે. ‘રાધા કૃષ્ણ’ની આ જોડીને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે. ‘રાધા કૃષ્ણ’ની જોડી સોશિયલ મીડિયામાં ચમકતી રહી છે.

‘રાધા કૃષ્ણ’ સિરિયલના નિર્માતા સિદ્ધાર્થ કુમાર તિવારી, રાહુલ કુમાર તિવારી અને ગાયત્રી ગિલ તિવારી છે. આ શોનું પ્રોડક્શન સ્વસ્તિક પ્રોડક્શન હેઠળ કરવામાં આવ્યું છે. ‘રાધા કૃષ્ણ’નું ડાયરેક્શન રાહુલ તિવારીએ કર્યું છે. શોનો પહેલો એપિસોડ 1 ઓક્ટોબર 2018ના રોજ પ્રસારિત થયો હતો.

'રાધા કૃષ્ણ'નો છેલ્લો કઇ તારીખે પ્રસારિત થશે

તાજેતરમાં લોકપ્રિય સિરિયલ ‘રાધા કૃષ્ણ’ને ચાર વર્ષ પૂર્ણ થયા છે જો કે પ્રોડ્યુસર આ સિરિયલને હવે વધારે આગળ ચલાવવા ઇચ્છતા નથી. આથી ‘રાધા કૃષ્ણ’ સિરિયલને નવા વર્ષે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. રિપોર્ટ્સ અનુસાર, સ્ટાર ભારત ટીવી ચેનલ પર ‘રાધા કૃષ્ણ’ સિરિયલનો શોનો છેલ્લો એપિસોડ 14 જાન્યુઆરી 2023ના રોજ પ્રસારિત થશે. ત્યારબાદ આ સિરિયલના સ્થાન એક નવો શો આવશે.

'રાધા કૃષ્ણ'ના સ્થાને કઇ નવી સિરિયલ શરૂ થશે

સ્ટાર ભારત ટીવી ચેનલ પર છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલી લોકપ્રિય સિરિયલ ‘રાધા કૃષ્ણ’ 14 જાન્યુઆરી 2023ના રોજથી બંધ થવા જઇ રહી છે અને આ ટાઇમ સ્લોટમાં નવી સિરિયલ શરૂ થશે જેનું નામ છે ‘મેરી સાસ ભૂત છે’. હવે આ શો પણ રાધા કૃષ્ણ જેટલો લોકપ્રિય થશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. બાય ધી વે, સ્ટાર ભારત ચેનલ તેના યુનિક કન્ટેન્ટ માટે જાણીતું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ