Raid 2 Movie Review | રેઇડ 2 મુવી રિવ્યૂ, અજય દેવગન પોલીસ ઓફિસરની ભૂમિકામાં,ભ્રસ્ટાચારનો ખાતમો કરવા તૈયાર, ફિલ્મ જોવી કે નહિ?

Raid 2 Movie Review | રેઇડ 2 (Raid 2) માં રિતેશ દેશમુખ, વાણી કપૂર જેવા કલાકારો સાથે અભિનેત્રી સુપ્રિયા પાઠક, સૌરભ શુક્લા અને અમિત સિયાલ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. રેઇડ 2 ટ્રેલર દર્શકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવ્યું હતું, મુવી જોવું કે નહિ?

Written by shivani chauhan
May 01, 2025 12:47 IST
Raid 2 Movie Review | રેઇડ 2 મુવી રિવ્યૂ, અજય દેવગન પોલીસ ઓફિસરની ભૂમિકામાં,ભ્રસ્ટાચારનો ખાતમો કરવા તૈયાર, ફિલ્મ જોવી કે નહિ?
Raid 2 Movie Review |રેઇડ 2 મુવી રિવ્યૂ, અજય દેવગન પોલીસ ઓફિસરની ભૂમિકામાં ભ્રસ્ટાચારનો ખાતમો કરવા તૈયાર, ફિલ્મ જોવી કે નહિ?

Raid 2 Movie Review | રેઇડ 2 (Raid 2) મુવી 1 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. રેઇડનો પહેલો ભાગ 2018 માં રિલીઝ થયો હતો. જ્યારે ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક અને કૃષ્ણ કુમાર દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અજય દેવગન (Ajay Devgn) ફરી એકવાર મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.

રેઇડ 2 (Raid 2) માં રિતેશ દેશમુખ, વાણી કપૂર જેવા કલાકારો સાથે અભિનેત્રી સુપ્રિયા પાઠક, સૌરભ શુક્લા અને અમિત સિયાલ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળે છે. રેઇડ 2 ટ્રેલર દર્શકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવ્યું હતું, મુવી જોવું કે નહિ?

રેઇડ 2 મૂવી રિવ્યૂ (Raid 2 Movie Review)

રેઇડ માં IRS DCP અમય પટનાયક (અજય દેવગણ) ભ્રષ્ટાચાર સામે લડે છે. આ વખતે તે ભોજ શહેરમાં છે, જે દાદા મનોહર ભાઈ (રિતેશ દેશમુખ) દ્વારા શાસિત છે, દાદા મનોહર ભાઈનું સ્થાનિક લોકોમાં ખુબજ માન છે. દાદા ભાઈ તેની અમ્મા (સુરપ્રિયા પાઠક) પ્રત્યે ખુબજ માન છે તે આજ્ઞાકારી પુત્ર છે.

રેઇડ 2 ના પહેલા દ્રશ્યમાં સ્પષ્ટ થાય છે કે અજય દેવગન રાત્રે પણ સનગ્લાસ પહેરેલો જોવા મળે છે. ફિલ્મની શરૂઆત ગોવિંદ નામદેવ પરના દરોડાથી થાય છે. સ્ટોરી 1989 માં શરૂ થાય છે. અજય દેવગનને તેનું 74મું ટ્રાન્સફર મળે છે. રિતેશ દેશમુખ દાદા ભાઈના રોલમાં છે. ફિલ્મના પહેલા 30મિનિટમાં બે ગીતો એવા છે જેનો કોઈ અર્થ નથી. ફિલ્મમાં હજુ સુધી કંઈ નવું જોવા મળ્યું નથી. કેસ નવો છે, બાકી બધું રેઇડ જેવું છે.

રેઇડ 2 ટ્રેલર (Raid 2 Trailer)

આ પણ વાંચો: Kesari Chapter 2 | અક્ષય કુમારની કોર્ટરૂમ ડ્રામા કેસરી ચેપ્ટર 2 ફિલ્મ રેઇડ 2 સામે ટક્કરાશે, બારમા દિવસે આટલી કરી કમાણી

આવકવેરા વિભાગનો સૌથી તીક્ષ્ણ માણસ ફક્ત અમય જ છે, જેને શંકા છે કે આ દાળ’માં કંઈક કાળું છે, અને તે વાસ્તવિકતા સામે લાવવવા માટે મથે છે. અમય પટનાયક (અજય દેવગણ) પોતાના સાથીદારોની મદદથી બરાબર કર્યું હતું.

અજય દેવગણ હજુ પણ ડેપ્યુટી કમિશનર છે, જે સાબિત કરે છે કે પ્રમોશન અને પ્રામાણિકતા એકસાથે ચાલતા નથી, જેલમાં બંધ તૌજી તરીકે સૌરભ શુક્લા, અમયના કપટી સાથીદાર લલ્લન સુધીર તરીકે અમિત સિયાલ, પાછા ફર્યા છે.

દેશમુખ ઉપરાંત, નવા ચહેરાઓમાં અમયની પત્ની તરીકે વાણી કપૂર છે, જેની સ્ક્રિપ્ટ ઠીકઠાક છે. રજત કપૂર અમયના બોસની ભૂમિકામાં છે જે હંમેશા તેના માટે પ્રયત્ન કરે છે. દેશમુખની માતા તરીકે સુપ્રિયા પાઠકનું પાત્ર મજબૂત છે. અને મોટી સહાયક કાસ્ટમાં બે રસપ્રદ પાત્રો છે જેમના પર તમારી નજર ટકી રહે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ