/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/06/doctor-2023-06-23T113733.942.jpg)
બોલિવૂડ અભિનેતા રાજ બબ્બર અને રેખા ફાઇલ તસવીર
પીઢ અભિનેતા અને રાજનેતા રાજ બબ્બર આજે 23 જૂને પોતાનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રાજ બબ્બરે ફિલ્મી દુનિયામાં નામ કમાવાની સાથે રાજકારણમાં પણ ઘણું નામ કમાવ્યું છે. રાજ બબ્બર પોતાની અંગત લાઇફને કારણે પણ ચર્ચામાં રહે છે. રાજ બબ્બરે સ્મિતા પાટીલ સાથે લગ્ન કર્યા હતા. જો કે એક સમયે રાજ બ્બબરનું નામ દિગ્ગજ અભિનેત્રી રેખા સાથે ચર્ચામાં આવ્યું હતું.
સ્મિતા પાટીલનું વર્ષ 1986માં બાળકને જન્મ આપતી વખતે અવસાન થયું હતું. આ આઘાતમાંથી રાજ બ્બ્બર ઘણા વર્ષો સુધી નીકળી શક્યા ન હતા. આ દરમિયાન રાજ બ્બ્બરની રેખા સાથે મિત્રતા બંધાઇ હતી. પ્રાપ્ત વિગત અનુસાર, રેખા અને અમિતાભ બચ્ચનના સંબંધો પણ તે જ સમયે તૂટ્યાં હતા. તેથી રાજ અને રેખ એકબીજાનો સહારો બની ગયા હતા. 80ના દાયકામાં રાજ બબ્બર અને રેખાના સંબંધોને લઈને ઘણી ચર્ચાઓ તેજ થઈ હતી.
જ્યારે તેમના સંબંધોના સમાચાર સિનેમા જગતમાં વાગોળવા લાગ્યા ત્યારે રેખાએ રાજ બબ્બરને તેની સાથે લગ્ન કરવા કહ્યું હતું. પરંતુ રાજે તેની સાથે લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. કહેવાય છે કે જ્યારે રેખા સાથે આ ઘટના બની ત્યારે રેખાએ પગમાં ચપ્પલ પણ પહેર્યા ન હતા અને તે ખુલ્લા પગે તેના ઘરે જવા માટે ભાગવા લાગી હતી.રિપોર્ટ્સ અનુસાર ઘણા લોકોએ તેને આ હાલતમાં જોઈ હતી.
ઉલ્લેખનીય છે કે, સ્મિતા રાજ બબ્બરની બીજી પત્ની હતી. રાજે 1975માં નાદિરા બબ્બર સાથે પહેલા લગ્ન કર્યા હતા. પરંતુ સ્મિતા સાથે પ્રેમમાં પડ્યા પછી તેણે નાદિરાને છોડી સ્મિતા પાટીલ સાથે લગ્ન કરી લીધા. એક ઇન્ટરવ્યુમાં રાજ બબ્બરે સ્મિતા પાટીલના મોત બાદની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, હા રેખાએ મારી મદદ કરી હતી. તેમજ રેખા પણ તેની રીલેશનશીપ તૂટવાને કારણે ભાંગી ગઇ હતી. આવી સ્થિતિમાં રેખા પણ તે દુ:ખમાંથી બહાર નીકળવા માંગતી હતી. રાજ બબ્બરે વધુમાં કહ્યું કે, મારી પણ આવી જ હાલત હતી અને તે સમયે હું અને રેખા સાથે કામ કરી રહ્યા હતા. આવ સંજોગોમાં અમે બંને એકબીજાના ઇમોશનલ સપોર્ટ બની ગયા હતા. કારણ કે અમે એકબીજાની પરેશાની અને દુ:ખ સારી સમજી શકતા હતા. જો કે રાજ બબ્બરે કહ્યું હતું કે, રેખા સાથે એટલા ઇન્વોલ્વ ન હતા જેટલા તેઓ સ્મિતા પાટીલને પ્રેમ કરતા હતા. રાજ બબ્બરે કહ્યું કે, તે અને રેખા માત્ર મિત્ર પણ ન હતી, પરંતુ અહેસાસ જુદો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us