/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Thalaiver-171-Rajinikanth-First-Look-Poster-.jpg)
થલાઇવર 171 પોસ્ટર : રજનીકાંતનો સ્વેગ અને સ્ટાઇલ જોતા જ રહી જશો
Thalaiver 171 Poster Rajinikanth First Look : સાઉથ સિનેમાના સુપરસ્ટાર રજનીકાંત તેની આગામી ફિલ્મ 'થલાઇવર 171'ને કારણે ચર્ચામાં છે. 73 વર્ષની ઉંમરે રજનીકાંત જેલર પછી 'થલાઇવર 171'સાથે ફરી સિનેમાઘરોમાં તહેલકો મચાવતા જોવા મળશે. આ વચ્ચે મોસ્ટ અવેટેડ રજનીકાંતની ફિલ્મ 'થલાઇવર 171'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યુ છે. આ લૂકમાં રજનીકાંત લોકોની આંખોમાં ઉતરી ગયા છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Thalaiver-171-Rajinikanth-First-Look-Poster.png)
રજનીકાંત ફરી ભરપૂર ઉત્સાહ, એનર્જી અને નવા અવતાર સાથે સિનેમાઘરોમાં આગમન કરવા માટે તૈયાર છે. સોશિયલ મિડીયા પ્લેટફોર્મ એક્સ ટ્વિટર પર ‘થલાઇવર 171’ના પોસ્ટરની ઝલક શેર કરવામાં આવી છે. 'થલાઇવર 171’ પોસ્ટરમાં રજનીકાંત એકદમ સ્ટાઇલિશ અવતારમાં જોવા મળી રહ્યો છે.
#Thalaivar171TitleReveal on April 22 🔥 pic.twitter.com/ekXFdnjNhD
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) March 28, 2024
પોસ્ટરમાં તમે જોઇ શકો છો કે રજનીકાંતે બન્ને હાથમાં સોનાના ઘડિયાળ સાથે હાથકડી લગાવેલી છે. શર્ટના બટન ખુલ્લા છે અને સાથે સનગ્લાસ પહેરેલા જોવા મળ્યા છે. રજનીકાંતનો આ લુક સોશિયલ મિડીયામાં છવાઇ ગયો છે. આ વર્ષના અંત સુધીમાં ફિલ્મ રિલીઝ થશે એવું અનુમાન લોકો લગાવી રહ્યા છે. રજનીકાંત સિવાય બાકીના સ્ટારકાસ્તની જાણકારી રિવીલ થઇ નથી. ફિલ્મનું મ્યૂઝિક અનિરુદ્ધ રવિચંદર તૈયાર કરી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us