/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Rajiv-Kapoor-Birthday.jpg)
રાજીવ કપૂર જન્મ દિવસ
Rajiv Kapoor Birthday : કપૂર ખાનદાન બોલિવૂડની સૌથી જૂની ફેમિલી છે, જે છેલ્લી ચાર પેઢીઓથી ફિલ્મ ઉદ્યોગ પર પ્રભુત્વ ધરાવે છે. પૃથ્વી રાજ કપૂરથી લઈને રાજ કપૂર, પછી ઋષિ કપૂર અને હવે રણબીર કપૂરે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી છે. કપૂર પરિવારમાં બીજા પણ વધુ ચિરાગ થયા છે. જેમાં રણધીર કપૂર અને રાજીવ કપૂર પણ છે. રાજીવ અને રણધીરની ફિલ્મોનું ખાસ કરિયર રહ્યું નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને રાજીવ કપૂર વિશે જણાવી રહ્યા છીએ. તેના જીવનમાં એક એવી ફિલ્મ આવી છે, જેના કારણે તેના પિતા સાથેના તેના સંબંધો બગડી ગયા હતા, જે ક્યારેય સુધારી ન શકાયા.
રાજીવ કપૂર વિશે જણાવતા પહેલા તમને જણાવી દઈએ કે, આજે તેમની જન્મજયંતિ છે. તેમનો જન્મ 25 ઓગસ્ટ, 1962ના રોજ થયો હતો. ત્યાં 9 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ તેમનું અવસાન થયું. આજે ભલે તે આ દુનિયામાં ન હોય પરંતુ તે ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' માટે જાણીતા છે. જો કે, આમાં તે પોતાની ખાસ ઓળખ બનાવી શક્યા ન હતા અને તમામ લેમ લાઇટ એક્ટ્રેસ મંદાકિનીએ ચોરી લીધી હતી. આવી સ્થિતિમાં બહુ ઓછા લોકો જાણતા હશે કે, તેમને તેમના પિતા રાજ કપૂર સાથે ઓછુ બનતું હતુ, અને આ અણબનાવનું કારણ પણ આ ફિલ્મ જ હતી.
મંદાકિનીએ લાઈમલાઈટ લૂંટી, જે રાજીવ કપૂર પચાવી ન શક્યા
હા, તમે આ સાચું સાંભળ્યું. રાજીવ કપૂર અને રાજ કપૂર વચ્ચે બરાબર નહોતું ચાલતુ. તેમની ફિલ્મી કારકિર્દી તેના ભાઈઓ અને પિતા જેટલી સફળ રહી ન હતી. પરંતુ તે એક યા બીજા કારણોસર ચર્ચામાં રહેતા હતા. તેમણે વર્ષ 1985માં ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. પરંતુ, અભિનેતાને તેનો લાભ મળી શક્યો ન હતો. આ ફિલ્મનું દિગ્દર્શન રાજ કપૂરે કર્યું હતું. આ ફિલ્મ આજે પણ રાજ કપૂરના દિગ્દર્શન અને મંદાકિનીના અભિનય માટે જાણીતી છે. આમાં રાજીવનું પાત્ર ક્યાંક છુપાયેલું રહી ગયું હતું. રાજીવ આ માટે તેના પિતાને દોષી ઠેરવતો હતો.
પિતા સાથે સહાયક તરીકે કામ કર્યું
કહેવાય છે કે 'રામ તેરી ગંગા મૈલી' પછી તે ઈચ્છતો હતો કે, તેના પિતા તેની સાથે બીજી ફિલ્મ બનાવે અને તેને લીડ એક્ટરનો રોલ આપે. જેથી તેઓ પણ સ્ટાર બની જાય. પરંતુ રાજ કપૂરે આવી ફિલ્મ બનાવવાની ના પાડી દીધી અને આ ફિલ્મ પિતા-પુત્રના અણબનાવનું કારણ બની. રાજ કપૂરે તેને હંમેશા આસિસ્ટન્ટ તરીકે રાખ્યો હતો. યુનિટનું તમામ કામ કરવા તેનો ઉપયોગ થતો, જે એક આસિસ્ટન્ટ અને સ્પોટબોય કરતા હોય છે.
છેલ્લા સમયે પિતાનો ચહેરો પણ જોયો ન હતો
પિતા અને પુત્ર (રાજ કપૂર-રાજીવ કપૂર) વચ્ચેનો અણબનાવ એટલો વધી ગયો હતો કે, રાજીવ તેમના મૃત્યુ પછી પિતા રાજ કપૂરના અંતિમ સંસ્કારમાં પણ ગયો ન હતો. તેણે તેની અંતિમ ક્ષણોમાં તેના પિતાનો ચહેરો પણ જોયો ન હતો. જો કે રાજીવની અન્ય ફિલ્મોની વાત કરીએ તો 'રામ તેરી ગંગા મૈલી' પછી રાજીવ કપૂરે 'લવર બોય', 'અંગારે', 'જલજલા', 'શુકરિયા', 'હમ તો ચલે પરદેસ' જેવી ફિલ્મોમાં કામ કર્યું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us