વર્ષ 1975માં અભિનયની દુનિયામાં પગ જમાવનાર સાઉથના સુપરસ્ટાર રજનીકાંત તમિલ સિનેમાના સૌથી મોટા નામોમાંથી એક છે. હવે તેઓ તેની પુત્રી એશ્વર્યા રજનીકાંતના નિર્દેશન હેઠળ બનેલી તેલુગુ ફિલ્મ લાલ સલામમાં કેમિયો કરશે. આ ફિલ્મમાં રજનીકાંત સાથે વિષ્ણુ વિશાલ અને વિક્રાંત હશે. ત્યારે ફિલ્મના નિર્માતાઓએ રવિવારે તેનો પહેલો લૂક રિલીઝ કર્યો હતો.
લાયકા પ્રોડક્શન્સે ટ્વિટર પર ફિલ્મના ‘મોઈદીન ભાઈ’ તરીકે અભિનેતાનો પ્રથમ દેખાવ શેર કર્યો અને લખ્યું…દરેકના પ્રિય ભાઇ મુંબઇમાં પરત ફર્યા છે. કેપ્શનમાં લખ્યું છે કે, “દરેકનો પ્રિય ભાઈ મુંબઈ પાછો આવ્યો છે.
વાઈ રાજા વાઈ સાથે આઠ વર્ષ પછી ફિચર ફિલ્મ ડિરેક્શનમાં પરત ફરી રહેલી ઐશ્વર્યાએ પણ તેના પિતાનો ફર્સ્ટ લૂક શેર કરી લખ્યું, “મોઈદિનભાઈ…સ્વાગત છે 🙏🏼 …#લાલસલામ કૅપ્શન આપી શકાતું નથી જ્યારે તમારું દિલ દોડી રહ્યું છે. #ભાગ્યવાન.” એશ્વર્યાએ 2012માં ધનુષ સ્ટારર 3 સાથે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી.
નોંધનીય છે કે, રજનીકાંત છેલ્લે દિવાળીના તહેવાર પર રિલીઝ થયેલી તેની ફિલ્મ અન્નાત્થેમાં જોવા મળ્યા હતા. તેમજ હાલ રજનીકાંત નેલ્સ દ્વારા નિર્દેશિત એક્શન-કોમેડીથી ‘જેલર’નું શૂટિંગ કરી રહ્યો છે. અનિરુદ્ધ રવિચંદર દ્વારા રચિત સંગીત સાથે,જેલર 10 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થવાની છે. દરમિયાન, લાલ સલામ, આ વર્ષના અંતમાં થિયેટરમાં રિલીઝ થવાનું લક્ષ્ય છે.