Rakhi Sawant Wedding: ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝની કોન્ટ્રોવર્સી ક્વિન રાખી સાવંતની પર્સનલ લાઇફ ઘણા ઉતાર-ચડાવથી ભરેલી છે. જે કારણે તે ચર્ચામાં રહે છે. આ વખતે રાખી સાવંત પોતાના લગ્નના કારણે ચર્ચામાં આવી છે. રાખી સાવંતે પોતાના બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે લગ્ન કરી લીધા છે. આટલું જ નહીં તેણે પોતાના પ્રેમ માટે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે. પોતાનું નામ પણ બદલાવીને રાખી સાવંત ફાતિમા કરી નાખ્યું છે.
રાખી સાવંત અને આદિલે ઇસ્લામિક રિત રિવાજ સાથે નિકાહ કર્યા છે. આ સિવાય બન્નેના કોર્ટ મેરેજ પણ થયા છે. જે નવી વાત સામે આવી છે તે એ છે કે આ લગ્ન હાલ થયા નથી પણ બન્નેએ ચાર મહિના પહેલા નિકાહ કર્યા હતા. રાખીના નિકાહના જે દસ્તાવેજ વાયરલ થઇ રહ્યા છે તે 29 મે 2022ના છે. તેમા રાખીના નામ આગળ ફાતિમા પણ લખેલું છે.
રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિકાહની તસવીરો શેર કરી
રાખી સાવંતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિકાહની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે પ્રિન્ટેડ સૂટ અને આદિલ કાળા રંગના કપડામાં જોવા મળે છે. આ સિવાય થોડાક કલાકો પહેલા રાખીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ગુલાબી રંગના લોંગ ગાઉન પહેરીને આદિલના હાથમાં હાથ નાખીને ચાલી રહી છે. આદિલ બ્લેક સૂટ પહેરેલો છે. રાખીએ કેપ્શનમાં જસ્ટ મેરિડ લખ્યું છે. આ સિવાય લખ્યું છે કે હું પોતાના લગ્નથી ઘણી ખુશ છું અને પોતાના પતિ આદિલને ઘણો પ્રેમ કરું છું.
આ પણ વાંચો – હ્રતિક રોશન અને સબા આઝાદ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાશે? મિત્રએ આપ્યો આવો જવાબ
આદિલે નિકાહના સમાચારને ખોટા ગણાવ્યા
બીજી તરફ મીડિયા સાથેની વાતચીતમાં આદિલ દુર્રાનીએ નિકાહના સમાચારને ખોટા ગણાવ્યા છે. આ વિશે જ્યારે રાખી સાવંતને ખબર પડી તો તે પોતાને રોકી શકી ન હતી અને રડી પડી હતી. ઝૂમ ટીવી સાથે વાત કરતા રાખીએ કહ્યું કે મેં આજે પોતાનું બધું છોડીને તેની સાથે લગ્ન કર્યા છે.
તેણે કહ્યું કે સાત મહિના પહેલા લગ્ન કર્યા હતા તો તેણે કહ્યું હતું કે એક વર્ષ ચૂપ રહી જા તે પછી આપણે જાહેરાત કરીશું. 8 મહિના થવા આવ્યા છે હું ચૂપ હતી. હું બિગ બોસમાં ગઇ અને માર્યા ગયા પછી ઘણું બધું એવું થયું કે જે મારા બર્દાસ્તથી બહાર હતું. તો મેં મારા લગ્નની તસવીરો વાયરલ કરી દીધી. હું ઘણી ડરી ગઇ હતી અને તે કેસ ના થવો જોઈએ જે આજકાલ થઇ રહ્યા છે.
રાખીએ કહ્યું કે મને ખબર નથી કે આદિલ કેમ ના પાડી રહ્યો છે. તે મને ઘણો પ્રેમ કરે છે. સાચ્ચો પ્રેમ. તેને તેના પરિવારથી, ઘણા સ્થાનેથી દબાણ આવી રહ્યું છે તેમાં મારો શું વાંક છે. મેં બધું છોડીને પોતાનું નામ બદલ્યું, પ્રેમ કર્યો, હરામનું નહીં હલાલ કર્યું. બતાવો હું ક્યાં ખોટી છું.