Raksha Bandhan 2023 Gift Ideas : ભાઇ-બહેનનો પર્વ એટલે રક્ષાબંધન. રક્ષાબંઘનને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ભાઈ-બહેનો રક્ષાબંધનના તહેવારની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. આ વર્ષે 30 અને 31 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં જો તમે તમારી બહેનને શું ગિફ્ટ આપશો તેની મૂંઝવણમાં છો તો અમે તમારા માટે ઓછા બજેટમાં બેસ્ટ ગિફ્ટ આઇડિયા લાવ્યા છીએ. અમે તમને કેટલીક એવી અમૂલ્ય ભેટો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ફક્ત 500થી 5000 રૂપિયાના બજેટમાં આવશે.
બહેનોને હંમેશા કંઈક એવું આપવું જોઈએ જે તેઓ જીવનભર સાચવીને રાખી શકે. છોકરીઓ એને મહિલાઓને ફેશનમાં સૌથી વધુ રસ હોય છે. તેવામાં તમે તમારા બજેટમાં તેમના માટે લેટેસ્ટ ફેશન સ્ટાઇલની વસ્તુઓ ગિફ્ટમાં આપી શકો છો.
જો તમારું બજેટ 500 રૂપિયા છે, તો તમે તમારી લાડલી અને પ્રિય બહેનને કોસ્મેટિક્સ ગિફ્ટ કરી શકો છો. આ બજેટમાં સારી બ્રાન્ડની આઈલાઈનર અને લિપસ્ટિક સરળતાથી મળી જશે. તમે સમાન બજેટના કોઈપણ કુર્તા અથવા ફેન્સી જ્વેલરી પણ ઓનલાઈન ખરીદી શકો છો. તેમજ તમે ફોટો ફ્રેમ લઈ શકો છો અને તેમાં તમારી જૂની તસવીર મૂકીને તેને ગિફ્ટ કરી શકો છો.
1000 રૂપિયાની બજેટ ભેટ
જો તમારું બજેટ 1,000 રૂપિયા છે તો આ બજેટમાં તમને સારામાં સારા હેન્ડબેગ પણ સરળતાથી મળી જશે. જો તમે સારી બ્રાન્ડ ખરીદવા માંગો છો, તો તમે વૉલેટ પણ ખરીદી શકો છો. આ સિવાય તમે ફેન્સી હેર એક્સેસરીઝ અને જ્વેલરી પણ આપી શકો છો.
આ પણ વાંચો : Raksha Bandhan 2023 : રક્ષાબંધન પર ગ્લોઇંગ અને ચમકતો ચહેરો ઇચ્છો છો તો આ ટ્રેંડી મેકઅપ ટ્રીક અપનાવો
2000 સુધીની બજેટ ભેટ
આ બજેટમાં તમને નાની ચાંદીની જ્વેલરી સરળતાથી મળી જશે. હેન્ડબેગથી લઈને સૌંદર્ય પ્રસાધનો સુધીના વિકલ્પો છે, સાથે જ સારી પાર્ટીવેર સાડી પણ 2000ની ખરીદી કરી શકો છો.
3000 સુધીની બજેટ ભેટ
સિલ્વર એંકલેટ્સથી લઈને ડિઝાઈનર જ્વેલરી સુધી, તમે 3000 રૂપિયાના બજેટમાં મેળવી શકો છો. રાખી દરમિયાન મોટી બ્રાન્ડ્સ પર પણ ભારે ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : પરિણીતી ચોપરા અને રાધવ ચઢ્ઢાના લગ્નની તડામાર તૈયારી, આ તારીખે પ્રભુતાના પગલા પાડશે કપલ
રૂ.5000 સુધીની બજેટ ભેટ
તમને 5000 રૂપિયાના બજેટમાં 18 કેરેટ સોનાની નાની જ્વેલરીનો વિકલ્પ પણ મળે છે. જો બહેનને ઘરેણાંનો શોખ હોય તો તમે આવી કોઇ ગિફ્ટ આપી શકો છો. આ બજેટમાં સિલ્વર સેટ પણ આવે છે અથવા તો તમે સારા મોતી જ્વેલરી પણ ગિફ્ટ કરી શકો છો. તમે આ બજેટમાં મોંઘા બ્રાન્ડની હેન્ડબેગ, ઇલેક્ટ્રિક ગેજેટ્સ, પરફ્યુમ, ડ્રેસ સરળતાથી ખરીદી શકો છો. તમારા બહેનને ચોક્કસથી આ ગિફ્ટ પસંદ આવશે.





