Raksha Bandhan 2023 : રક્ષાબંધન પર્વ પર સ્પેશિયલ દેખાવુ છે? તો આલિયા ભટ્ટ સહિત મૌની રોયનો ફ્લોરલ સાડી લૂક ટ્રાય કરો, છવાઇ જશો

Raksha Bandhan 2023 Sari look : રક્ષાબંધનના પર્વને હવે બહુ ઓછા દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમે તમારા માટે જોરદાર ફ્લોરલ સાડી કલેક્શન લાવ્યા છીએ. જે પહેરીને બધે તમે જ ચમકશો.

Written by mansi bhuva
Updated : August 24, 2023 07:31 IST
Raksha Bandhan 2023 : રક્ષાબંધન પર્વ પર સ્પેશિયલ દેખાવુ છે? તો આલિયા ભટ્ટ સહિત મૌની રોયનો ફ્લોરલ સાડી લૂક ટ્રાય કરો, છવાઇ જશો
રક્ષાબંઘન

Rakshabandhan 2023 Fashion Tips : રક્ષાબંધનનો પર્વ ભાઇ બહેનો માટે ખુબ જ ખાસ હોય છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ દિવસે બહેન ભાઇને રાખડી બાંધીને તેની લાંબી આયુ અને રક્ષાની કામના કરતી હોય છે. આ ખાસ પ્રસંગ મહિલાઓ એકદમ સ્પેશિયલ દેખાવા માગતી હોય છે. ત્યારે અમે તમારા માટે ફ્લોરલ સાડી કલેક્શન લાવ્યા છીએ. જે પહેરીને બધે તમે જ ચમકશો.

ઉલ્લેખનીય છે કે, આજકાલ ફ્લોરલ સાડી અને ફ્લોરલ ડિઝાઇનવાળા આઉટફિટ ટ્રેંડમાં છે. જો તમે રક્ષાબંધનના ખાસ દિવસ પર ફ્લોરલ પ્રિન્ટમાં મોટા ફૂલોવાળી સાડી પહેરવાનું વિચારી રહ્યા હોય તો તમે આ પ્રકારની લાઇટ શેડની સાડી પહેરી શકો છો.

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટનો આ સાડી લૂક અદભૂત છે. તેણે રોકી ઔર રાની કી લવસ્ટોરીમાં સુંદર સાડી પહેરી હતી. આવી સ્થિતિમાં તેમની પાસેથી પ્રેરણા લઈને, તમે રક્ષાબંધનના અવસર પર આ પ્રકારની મલ્ટી કલરની સાડી પહેરી શકો છો, જે તમને ખૂબ જ વાઇબ્રન્ટ લૂક આપશે.

આ પણ વાંચો : Raksha Bandhan 2023 : રક્ષાબંધન પર તમારી લાડલી બહેનને આ ભેટ આપશો તો ચોક્કસ પસંદ આવશે, જુઓ યાદી

જાહ્નવી કપૂરની સાડીનો દેખાવ પણ અદ્ભુત છે, જેમ કે આ તસવીરમાં તેણે સફેદ રંગની ફ્લોરલ પ્રિન્ટની સાડી પહેરી છે અને તે ખૂબ જ સુંદર લાગી રહી છે. સ્ટેપ બ્લાઉઝ સાથે તમે આ પ્રકારની લાઇટવેઇટ સાડી કેરી કરી શકો છો. આવી સાડીમાં તમે એકદમ આરામદાયક અને હળવું અનુભવશો. તેમજ ત્યોહારનો પણ આનંદ માણી શક્શો.

ટેલિવિઝનથી બોલિવૂડ સુધીની સફર કરનારી અભિનેત્રી કરિશ્મા તન્ના પણ આ સુંદર ન્યૂડ શેડની સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે. તમે બીન પ્રિન્ટ બ્લાઉઝ સાથે આ પ્રકારની સાડી પણ પહેરી શકો છો, જે તમને રાખી પર અદભૂત લૂક આપી શકે છે.

આ પણ વાંચો : Bigg Boss 17 Premiere : બિગ બોસ સીઝન 17 આ તારીખથી મચાવશે ધૂમ, જુઓ સ્પર્ધકોની યાદી

https://www.instagram.com/p/CiHZPFUJAeV/?utm_source=ig_embed&ig_rid=72492281-a684-4098-88fe-f03c07fdcfa4

બોલિવૂડ અભિનેત્રી મૌની રોયના આ લૂકમાંથી પણ પ્રેરણા લઈ શકો છો, જેમાં તેણે પીચ રંગની સુંદર ફ્લોરલ પ્રિન્ટની સાડી પહેરી છે અને ભારે મોતી સાથેનો પર્લ સેટ પહેર્યો છે. મૌની રોયનો આ લૂક ઘણો આકર્ષક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ