Raksha Bandhan 2024 : રક્ષાબંધનના નિમિત્તે ભાઈ અને બહેનના અતૂટ સંબંધ પર આધારિત ફિલ્મો જુઓ પરિવાર સાથે

Raksha Bandhan 2024 : બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનમાં ભાઈ અને બહેન વચ્ચેનું મજબૂત બંધન જોવા મળ્યું છે. આ ફિલ્મની સ્ટોરી ઈમોશનલ છે. ફિલ્મમાં ભાઈની ભૂમિકા ભજવનાર અક્ષય કુમાર તેની બહેનોના લગ્ન કરાવવા માટે ખૂબ મહેનત કરે છે.

Raksha Bandhan 2024 : બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનમાં ભાઈ અને બહેન વચ્ચેનું મજબૂત બંધન જોવા મળ્યું છે. આ ફિલ્મની સ્ટોરી ઈમોશનલ છે. ફિલ્મમાં ભાઈની ભૂમિકા ભજવનાર અક્ષય કુમાર તેની બહેનોના લગ્ન કરાવવા માટે ખૂબ મહેનત કરે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Raksha Bandhan 2024 Bollywood movies

Raksha Bandhan 2024 : રક્ષાબંધનના અવસર નિમિતે ભાઈ અને બહેનના અતૂટ સંબંધ પર આધારિત ફિલ્મો જુઓ પરિવાર સાથે

Raksha Bandhan 2024 : બધા ભાઈ-બહેનો રક્ષાબંધન (Raksha Bandhan 2024) ના તહેવારની આતુરતાથી રાહ જુએ છે. આ વર્ષે રક્ષાબંધન આજે 19 ઓગસ્ટ સોમવારના રોજ ઉજવવામાં આવી રહ્યું છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. બોલિવૂડમાં પણ આવી ઘણી ફિલ્મો છે, જે ભાઈઓ વચ્ચેના મજબૂત સંબંધને દર્શાવે છે. આ ફિલ્મોમાં ભાઈ-બહેન વચ્ચે મજબૂત અને અનોખો બોન્ડ જોવા મળ્યો છે. તો આ રક્ષાબંધન પર તમારે તમારા આખા પરિવાર સાથે આ ફિલ્મોનો આનંદ માણવો જ જોઈએ. આજે રક્ષાબંધનના અવસરે આ ફિલ્મો જોવાનું ચુકતા નહિ,

Advertisment

સરબજીત (Sarabjit) (2016)

અભિનેતા રણદીપ હુડ્ડા અને ઐશ્વર્યા રાયની ફિલ્મ 'સરબજીત' ભાઈ-બહેનના મજબૂત સંબંધોને દર્શાવે છે. ફિલ્મમાં સરબજીતનું પાત્ર ભજવનાર રણદીપને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. તેથી તેની બહેન તેને બચાવવાના પ્રયાસમાં પોતાનું આખું જીવન આપી દે છે. આ ફિલ્મ એક બાયોપિક છે. ફિલ્મની સ્ટોરી ખૂબ જ ઈમોશનલ છે. તમે તેને એમેઝોન પ્રાઇમ વિડિયો પર જોઈ શકો છો.

આ પણ વાંચો: ‘ગદર 3’ માટે લાંબી રાહ જોવી પડશે? ડાયરેક્ટર અનિલ શર્માએ કર્યો ખુલાસો

દિલ ધડકને દો (Dil Dhadakane Do) (2015)

આ યાદીમાં રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા સ્ટારર ફિલ્મ 'દિલ ધડકને દો' પણ સામેલ છે. આ ફિલ્મમાં પ્રિયંકા અને રણવીરે ભાઈ-બહેનની ભૂમિકા ભજવી હતી. બંને વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ જોવા મળી છે. 'દિલ ધડકને દો' નેટફ્લિક્સ પર ઉપલબ્ધ છે. વિક્રાંત મેસી, રાહુલ બોસ, અનિલ કપૂર, અનુષ્કા શર્મા, ફરહાન અખ્તર અને શેફાલી શાહ જેવા ઘણા સ્ટાર્સ જોવા મળ્યા છે.

Advertisment

હમ સાથ સાથ હૈ (Hum Saath Saath Hai) (1999)

નિર્દેશક સૂરજ બડજાત્યાની 1999માં આવેલી ફિલ્મ 'હમ સાથ-સાથ હૈ' એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. આમાં ત્રણ ભાઈઓ સલમાન ખાન, સૈફ અલી ખાન અને મોહનીશ બહલના મજબૂત સંબંધોની સ્ટોરી જોવા મળી છે. નીલમ કોઠારીએ તેની બહેનની ભૂમિકા ભજવી છે. દર્શકોને હજુ પણ આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે. તમે Amazon Prime Video પર 'હમ સાથ સાથ હૈ' જોઈ શકો છો. તેમાં તબ્બુ, કરિશ્મા કપૂર અને સોનાલી બેન્દ્રે મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો: ‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર સતત કમાલ કરી રહી છે, ‘ખેલ-ખેલ મે’ અને ‘વેદા’એ કરી આટલી કમાણી

ઇકબાલ (Iqbal) (2005)

ભાઈ-બહેનના સંબંધો પર આધારિત ફિલ્મોમાં અભિનેતા શ્રેયસ તલપડે અભિનીત ફિલ્મ ઈકબાલનું નામ પણ સામેલ છે. ફિલ્મમાં શ્રેયસ તલપડે અને શ્વેતા બસુએ ભાઈ-બહેનની ભૂમિકા ભજવી હતી. આમાં એક બહેન પોતાના ભાઈના સપના પૂરા કરવા માટે પોતાનું આખું જીવન આપી દે છે. ફિલ્મની સ્ટોરી દર્શકોને ઘણી પસંદ આવી હતી. આ ફિલ્મ Amazon Prime Video પર ઉપલબ્ધ છે.

રક્ષાબંધન (Raksha Bandhan) (2022)

બોલિવૂડ ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધનમાં ભાઈ અને બહેન વચ્ચેનું મજબૂત બંધન જોવા મળ્યું છે. આ ફિલ્મની સ્ટોરી ઈમોશનલ છે. ફિલ્મમાં ભાઈની ભૂમિકા ભજવનાર અક્ષય કુમાર તેની બહેનોના લગ્ન કરાવવા માટે ખૂબ મહેનત કરે છે. ફિલ્મમાં દહેજની દુષ્ટ પ્રથા પણ બતાવવામાં આવી છે. કેવી રીતે તેની એક બહેન આ દુષ્ટ પ્રથાને કારણે મૃત્યુ પામે છે. તમે ZEE5 પર 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મ જોઈ શકો છો

raksha bandhan celebrities મનોરંજન ન્યૂઝ