શું તમને યાદ છે જ્યારે રૂપાલી ગાંગુલી (Rupali Ganguly) એ સ્ટાર પ્લસના શો રવિવાર વિથ સ્ટાર પરિવારમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar) ને રાખડી બાંધી હતી. જ્યાં બંને વર્ષો પછી મળ્યા હતા અને અક્ષયે રૂપાલી ગાંગુલીને પોતાની રાખી બહેન કહી હતી. આ પ્રસંગે અક્ષય કુમારે રૂપાલી ગાંગુલી સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
અભિનેત્રીએ અક્ષય કુમારને પોતાનો રાખી ભાઈ પણ કહ્યો હતો. એપિસોડમાં રૂપાલી ગાંગુલીએ અક્ષયના કાંડા પર રાખડી બાંધી હતી અને આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. અભિનેતાએ તેના પગ પણ સ્પર્શ્યા હતા.
અક્ષય કુમારે રૂપાલી ગાંગુલી વિશે શું કહ્યું ?
અક્ષય કુમારે જણાવ્યું કે રૂપાલી ગાંગુલીએ ત્રણ દાયકા પહેલા સતત પાંચ વર્ષ સુધી તેમને રાખડી બાંધી હતી. અભિનેત્રી ભાવુક થઈ ગઈ અને વચન આપ્યું કે જ્યાં સુધી તે જીવિત છે ત્યાં સુધી તે દર વર્ષે રાખડી બાંધશે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે અક્ષય તેનો રાખી ભાઈ છે. જ્યારે તે એક મજબૂત પર્સાલિટી બન્યો ત્યારે હું તેનાથી દૂર થઈ ગઈ હતી. આ પછી બધું ખૂબ જ વિચિત્ર બન્યું છે.
અક્ષય કુમાર સાથેની પહેલી મુલાકાતની સ્ટોરી શેર કરતાં, અનુપમા અભિનેત્રીએ કહ્યું, તે 1992 માં હતું જ્યારે મેં તેને રાખડી બાંધવાનું શરૂ કર્યું હતું અને 2022 માં મને તેને ફરીથી મળવાનો અને રાખડી બાંધવાનો મોકો મળ્યો હતો. આ શોનો આભાર. આ દરમિયાન બંનેએ સાથે ડાન્સ કર્યો અને ખૂબ મજા કરી હતી.
નોંધનીય છે કે ટીવી ઉપરાંત, રૂપાલી ગાંગુલી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી છે અને પોતાનું નામ બનાવ્યું છે. અભિનેત્રીએ 2000 માં સુકન્યા સાથે ટીવી પર ડેબ્યૂ કર્યું હતું. જ્યારે તેણીને સારાભાઈ વર્સિસ સારાભાઈથી લોકપ્રિયતા મળી હતી.





