બોલીવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પોતાની અપકમિંગ મૂવી ‘થેન્ક ગોડ’ના પ્રમોશન માટે અમદાવાદ આવી ત્યારે તેણે પોતાની થેન્ક ગોડ મોમેન્ટ શેર કરી હતી. રકુલે જણાવ્યુ કે, આપણે દરરોજ દિવસ દરમિયાન કોઇને કોઇને બાબતે ‘થેન્ક ગોડ’ બોલીયે છીએ, જેમ કે ‘થેન્ક ગોડ ટ્રાફિક ન નડ્યો’, ‘થેન્ક ગોડ જમવાનું સમયસર આવી ગયુ’ આવી ઘણી બધી નાના નાની બાબતો માટે આપણે ભગવાનનો દરરોજ આભાર માનીયે છે.
મારી માટે થેન્ડ ગોડ મોમેન્ટ એ છે કે હું મારા સપનાઓ પુરા કરી રહી છે. હું દરરોજ ભગવાનનો આભાર વ્યક્ત કરુ છું, આવું કહેવુ છે બોલીવુડ એક્ટ્રેસ રકુલપ્રીત સિંહનું. રકુલ પ્રીત સિંહ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની પોતાની અપકમિંગ ફિલ્મ ‘થેન્ક ગોડ’ના પ્રમોશન માટે અમદાવાદ આવ્યા હતા.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલપ્રિત સિંહ સ્ટારર મૂવી ‘થેન્ક ગોડ’ દિવાળીના દિવસે 25 ઓક્ટોબર, 2022ના રોજ થિયેટરોમાં રિલિઝ થઇ રહી છે. પોતાની થેન્ક ગોડ મોમેન્ટ વિશે રકુલ પ્રતિ સિંહે જણાવ્યુ કે, નોન બોલીવુડ બ્રેકગાઉન્ડમાંથી આવવું, પોતાની માટે એક સપનું જેવું અને તેને સફળ કરવા માટે મહેનત કરવી, તે સમયે સક્સેસ થશું કે નહીં તેની આપણને ખબર હોતી નથી. જ્યારથી મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ડેબ્યૂ કર્યુ છે, મેં સાઉથની અને હિન્દી મૂવી જે પણ ફિલ્મો કરી છે, તેને ફ્રેન્ડ્સ અને ચાહકો તરફથી જે પ્રેમ મળ્યો છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ તરફથી જે સપોર્ટ મળ્યો છે.
સૌથી મોટી વાત એ કે હું મારા ડ્રિમ પુરાં કરી રહ્યુ છે તે બાબત મારી માટે સૌથી મોટી થેન્ક ગોડ મોમેન્ટ છે, હું આ તમામ માટે ભગવાનનો આભાર માનું છું. આપણે બધા એ ગ્રેવિટીમાં જ રહેવુ જોઇએ અને જે લોકો નથી રહેતા તેવા લોકો અમારી થેન્ક ગોડ ફિલ્મ જોયા બાદ જરૂર રહેશે. આ ફિલ્મ બન્યા બાદ જ્યારે મેં જોઇ ત્યારે મને ખરેખર લાગ્યુ કે, ‘હા, આપણા બધામાં જ એક સારા માણસ બનવાની શક્યતા રહેલી છે’

તો રહુલ પ્રતિ સિંહના કો-સ્ટાર અને આ ફિલ્મના મેઇન એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા તેમની થેન્ક ગોડ મોમેન્ટ વિશે જણાવતા કહે છે કે, મારી આ ફિલ્મ આમ તો જુલાઇમાં આવવાની હતી જો કે તે દિવાળીમાં રિલિઝ થઇ રહી છે, જેની માટે હું ‘થેન્ક ગોડ’ કહીશ. આ મૂવી જોવા માટે દિવાળી ફેસ્ટિવલ બેસ્ટ ટાઇમ છે. જે પણ થાય છે તે સારા માટે જ થાય છે. સિદ્ધાર્થ કહે છે કે, મારી માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં 10 વર્ષ પૂરા કરવા એ ‘થેન્ક ગોડ મોમેન્ટ’ છે અને આ માટે હું ભગવાનને આભાર માનું છું.
‘થેન્ક ગોડ’ મૂવી
‘થેન્ક ગોડ’મૂવીમાં સિદ્રાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહની સાથે અજય દેવગન પણ છે. આ મૂવી એક કોમેડી ફિલ્મ છે અને તેનું ડાયરેક્શન ઇન્દ્ર કુમારે કર્યુ છે. આ ફિલ્મમાં એક મીડિયમ ક્લાસ ફેમિલી કેવી રીતે અપર-ક્લાસમાં જવુ તેના સ્ટ્રગલની કહાણી છે. આ ફિલ્મમાં જ્યારે અચાનક એક અનપેક્ષિત ઘટના બને છે અને ત્યારબાદ કેવી સિચ્યુએશન સર્જાય છે તેની કહાણી છે.

આ ફિલ્મ વ્યક્તિના કર્મની ફિલોસોફી ઉપર આધારિત એક કોમેડી મૂવી છે. આ ફિલ્મ કર્યા બાદ ‘કર્મ’ અંગેની પોતાની ફિલોસોફી વિશે સિદ્ધાર્થ કહે છે કે, હું કર્મમાં માનું છું, આપણે જેવા કર્મ કરીશું તેવું પરિણામ મેળવીશું. તો રકુલપ્રીત સિંહ જણાવે છે કે, આપણે આપણા કર્મનો હિસાબ અહીંયા જ આપવાનો છે.
ફિલ્મ સામે વિરોધ, સુપ્રીમ કોર્ટમાં કેસ પહોંચ્યો
‘થેન્ક ગોડ’મૂવીનું ટ્રેલર લોન્ચ થવાની સાથે જ તેની સામે વિરોધ સર્જાયો છે. આ ફિલ્મમાં અજય દેવગને ભજવેલા ચિત્રગુપ્તના પાત્રને ખોટી રીતે દર્શાવવાની સામે શ્રી ચિત્રગુપ્ત વેલફેર ટ્રસ્ટ નામની સંસ્થાએ અદાલતમાં કેસ આ કેસ દાખલ કર્યો છે. આ ફિલ્મમાં અજય દેવગન ચિત્રગુપ્તની ભૂમિકામાં છે, જે યમ લોકમાં મૃત્યુ પામેલા લોકો એ તેમના જીવન દરિમિયાન કરેલા કર્મોના લેખા-જોખાં આધારે તેમને સ્વર્ગમાં મોકલવા કે નરકમાં તેનો નિર્ણય કરે છે.