Rakul Preet Singh Comedy Video Promotion For Mere Husband Ki Biwi Movie | રકૂલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને અર્જુન કપૂર (Arjun Kapoor) ની મુવી મેરે હસબન્ડ કી બીવી (Mere Husband Ki Biwi) 21 ફેબ્રુઆરી 2025 ના રોજ રીલીઝ થવાની છે, રોમાન્સ, કોમેડીથી ભરપૂર આ ફિલ્મનું ડાયરેકશન મુદસ્સર અઝીઝ દ્વારા કરવામાં આવ્યું છે, જેના પ્રોડ્યુસર્સ જેકી ભગનાની અને વાસુ ભગનાની છે, ફિલ્મ સ્ટાર્સ હાલ મુવી પ્રમોશનમાં વ્યસ્ત છે, જેમાં રકૂલ પ્રીત સિંહએ એક કોમેડી વિડીયો અર્જુન કપૂર સાથે મુક્યો છે જે જોઈ તમે અચૂક હસી પડશો !
રકૂલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને અર્જુન કપૂર (Arjun Kapoor) સિવાય મેરે હસબન્ડ કી બીવી (Mere Husband Ki Biwi) ફિલ્મમાં ભૂમિ પેડનેકર, ડીનો મોરિયા, આદિત્ય સીલ પણ મુખ્ય ભૂમિકામાં છે.
મેરે હસબન્ડ કી બીવી સ્ટોરી (Mere Husband Ki Biwi Story)
મોડર્ન ટાઈમમાં છૂટાછેટાના કેસો વધી રહ્યા છે, છૂટાછેટા બાદ નવેસરથી શરૂઆત કરવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે, નવી શરૂઆત બાદ ભૂતકાળ ભૂલવાનું સરળ નથી અને વ્યકિતના જીવનમાં પહેલી પત્ની અને નવી પત્ની વચ્ચે સરખામણી થતી રહે છે. અર્જુન કપૂર સાથે રકૂલ પ્રીત સિંહ અને ભૂમિ પેડનેકરના આવા ટ્રાયેંગલ આંટા ઘૂંટીની વાત કરવામાં આવી છે.
આ પણ વાંચો: નેટફ્લિક્સ પર ટ્રેન્ડિંગ મૂવીઝ, શું તમે જોવાનું ચૂકી ગયા?
મેરે હસબન્ડ કી બીવી ટ્રેલર (Mere Husband Ki Biwi Trailer)
રકૂલ પ્રીત સિંહ કોમેડી વિડીયો (Rakul Preet Singh Comedy Video)
રકૂલ પ્રીત સિંહ સાથે તાજતેરમાં અર્જુન કપૂર સાથેનો વિડીયો એકટ્રેસ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં અર્જુન કપૂર રકૂલને ‘બેબી તે જુદાઈ મુવી જોઈ છે જેમાં અનિલ કપૂરની વાઈફ તેને 2 કરોડમાં વેચી દે છે, જો તને પણ કોઈ 2 કરોડ આપે તો? રકૂલ તેને અટકાવતા કહે છે પાગલ છે શું? 2 કરોડ નહિ, પુરા 5 કરોડ લઈશ,’ જુઓ વિડીયો