Rakul Preet Singh Injury | રકુલ પ્રીત સિંહ કસરત કરતા થઇ ઇજાગ્રસ્ત, વર્કઆઉટ કરતાં શું ધ્યાનમાં રાખવું?

Rakul Preet Singh Injury | રકુલ પ્રીત સિંહ તેની આગામી ફિલ્મ 'દે દે પ્યાર દે 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે. 5 ઓક્ટોબરના રોજ જ્યારે તે જીમમાં વર્કઆઉટ કરી રહી હતી ત્યારે તેણે બેલ્ટ પહેર્યા વગર 80 કિલોની ડેડલિફ્ટ કરી અને તેને ઇજા થઇ હતી.

Written by shivani chauhan
Updated : October 18, 2024 07:52 IST
Rakul Preet Singh Injury | રકુલ પ્રીત સિંહ કસરત કરતા થઇ ઇજાગ્રસ્ત, વર્કઆઉટ કરતાં શું ધ્યાનમાં રાખવું?
Rakul Preet Singh Injury | રકુલ પ્રીત સિંહ ને કસરત કરતા થઇ ઇજા, તમારે આ બાબતઉ ધ્યાન રાખવું

Rakul Preet Singh Injury | અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) બોલીવુડની જાણીતી એકટ્રેસમાંથી એક છે. એકટ્રેસ આ ઉપરાંત તેના ફિટનેસ (fitness) ને લઈને પણ ચર્ચામાં રહે છે તે રેગ્યુલર જિમ જાય છે અને વર્કઆઉટ કરે છે જેના ફોટોઝ તે ક્યારેક પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરે છે. રકુલ પ્રીત સિંહ તાજેતરમાં વર્કઓઉટ દરમિયાન ગંભીર ઈજાથી પીડાઈ રહી છે. જીમમાં વર્કઆઉટ દરમિયાન 80 કિલો વજન ઉપાડતી વખતે તેને પીઠમાં ગંભીર ઈજા થઈ હતી. ખરેખર કસરત કરતી વખતે કેટલી સાવચેતી રાખવી જરૂરી છે? જાણો

રકુલ પ્રીત સિંહ ડેડલિફ્ટ દરમિયાન ઈજા (Rakul Preet Singh Injury During Deadlift)

આ દિવસોમાં રકુલ પ્રીત સિંહ તેની આગામી ફિલ્મ ‘દે દે પ્યાર દે 2’ના શૂટિંગમાં વ્યસ્ત છે. 5 ઓક્ટોબરના રોજ જ્યારે તે જીમમાં વર્કઆઉટ કરી રહી હતી ત્યારે તેણે બેલ્ટ પહેર્યા વગર 80 કિલોની ડેડલિફ્ટ કરી હતી. આ કારણે તેની પીઠમાં ખેંચાણ આવી ગયું હતું. શરૂઆતમાં તેણે દુખાવાની અવગણના કરી અને તેનું શૂટિંગ ચાલુ રાખ્યું હતું.

આ પણ વાંચો: દિવાળી પહેલા વજન ઘટાડવું છે? આ ટિપ્સ અપનાવો ઝડપથી ઉતરશે વજન

રકુલ પ્રીત સિંહ નો દુખાવો ઓછો ન થયો અને સતત વધતો ગયો, જેના પછી તેને ડૉક્ટર પાસે જવું પડ્યું હતું. ડોક્ટરે તેને આરામ કરવાની સલાહ આપી હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેની L4, L5 અને S1 ચેતા બ્લોક થઈ ગઈ હતી. ડૉક્ટરોએ તેમને બેડ રેસ્ટ કરવાની સલાહ આપી છે અને કહેવાય છે કે તેમની હાલતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.

ડેડલિફ્ટ વિશે (About Deadlift)

ડેડલિફ્ટ એ એક મુશ્કેલ અને પડકારજનક કસરત છે, જે તમારી પીઠ અને પગના સ્નાયુઓને મજબૂત બનાવે છે, પરંતુ યોગ્ય તકનીક અને સાવચેતીઓનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો, ખાસ કરીને ફિટનેસમાં નવા નિશાળીયા, તે કરતી વખતે સપોર્ટ બેલ્ટ અથવા પ્રોપર પોસ્ચર વગર વજન ઉપાડે છે, જેનાથી ઈજા થવાનું જોખમ વધે છે. જો તમે ડેડલિફ્ટ અથવા હેવી વેઈટ લિફ્ટિંગ એક્સરસાઇઝ પણ કરી રહ્યા છો, તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છેઃ

આ પણ વાંચો: દરરોજ કેટલા પુશ અપ્સ કરવાથી હૃદય રોગનું જોખમ ઘટે છે? રિસર્ચમાં થયો ખુલાસો

ફિટનેસ ટિપ્સ (Fitness Tips)

તમારા શરીરની ક્ષમતા પ્રમાણે વજન ઉપાડો.ડેડલિફ્ટિંગ કરતી વખતે હંમેશા સપોર્ટ બેલ્ટનો ઉપયોગ કરો.સાચા ફોર્મને અનુસરો અને જો જરૂરી હોય તો ફિટનેસ ટ્રેનર પાસેથી માર્ગદર્શન લો.પીઠના સ્નાયુઓ પર વધુ પડતું દબાણ ન કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ