Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ ફિલ્મોની સાથે સોશિયલ મીડિયામાં પણ સક્રિય રહે છે. રકુલ પ્રીત સિંહ ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેયર કરી ઇન્ટરનેટ પર ગરમી વધારી રહી છે. રકુલ પ્રીત સિંહે તાજેતરમાં દેશી લુકના ફોટો શેયર કર્યા છે. જે ચાહકોને ઘણા પસંદ આવી રહ્યા છે. રેડ બ્લાઉઝ સિલ્કી લાઇટ એબ્રોડરીની પિંક સાડી તેમજ યલો સાડીના વેડિંગ આઉટ ફિટમાં રકુલ પ્રીત સિંહ ગોર્જિયસ લાગી રહી છે.
રકુલ પ્રીત સિંહ બોલિવુડ અભિનેત્રી બોલ્ડ ફોટોશૂટને લઇને હંમેશા ચર્ચામાં રહે છે અને ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરી ફેન્સને ખુશ કરી રહી છે. ફેન્સ પણ રકુલ સિંહના ફોટો વીડિયો જોઇ સામે કોમેન્ટનો વરસાદ કરે છે. હાલમાં રકુલ પ્રીત સિંહે સાડી આઉટ ફિટના ફોટો શેર કર્યા છે જેમાં તેણી ગોર્જિયસ લાગી રહી છે. સમરમાં વેડિંગ કલેકશન ફેન્સને ઘણું પસંદ આવી રહ્યું છે.
રકુલ પ્રીત સિંહ ફ્યુજિયા પિંક કલરની સિલ્ક સાડીમાં ગોર્જિયસ લાગી રહી છે. આ સાડી દેખાવમાં તો પ્લેન છે પરંતુ પાલવમાં સીક્વેંસ એડ કરવાથી શિમરી ઇફેક્ટ ક્રિએટ કરી રહી છે. રકુલ પ્રીત સિંહ એ રેડ સીક્વન નો બ્રાલેટ બ્લાઉઝ પહેર્યો છે. જેમાં સ્ટ્રૈપ્સ કરાયા છે. રકુલ સિંહે પોતાના લુકને ગોર્જિયસ બનાવવા માટે પોટલી બેગ અને હેવી ઝુમકા પહેર્યા છે.
રકુલ પ્રીત સિંહ પોતાના લુકને લઇને હંમેશા એલર્ટ રહે છે. મેકઅપ માટે રકુલ પ્રીત સિંહ પિંક આઇ શેડો, ડાર્ક આઇબ્રો, મસ્કારા, કોન્ટોર ચીક્સ, બીમિંગ હાઇલાઇનર, ગ્લોસી પિંક લિપ શેડ સાથે સુંદર લાગી રહી છે. લુકને વધુ ખૂબસૂરત બનાવવા તેણીએ હેરને ખુલ્લા રાખ્યા છે. રકુલ પ્રીત સિંહે પોતાના લુકને કમ્પલીટ કરવા માટે ડાયમંડ ચોકર નેકલેસ પહેર્યો છે જેની ઉપર ગ્રીન સ્ટોન જડેલા છે. હાથમાં સિલ્વર બેંગલ્સ પહેર્યા છે.
રકુલ પ્રીત સિંહે યલો કલરની પ્લેન સાડી સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યો છે. જેમાં સ્વીટહાર્ટ નેકલાઇન અને સ્ટ્રૈપ્સ અપાયા છે. જે તેણીના લુકને વધુ સુંદર બનાવે છે. રકુલ પ્રીત સિંહ પીળા કલરની સાડીમાં ખૂબસૂરત લાગી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ ફોટા પર ફેન્સ કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.