Rakul Preet Singh Wedding : રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને જેકી ભગનાની (Jackky Bhagnani) આવતીકાલે ગોવામાં લગ્ન કરી રહ્યા છે. બંને પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં ગોવાના બીચ પર લગ્ન કરશે. ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે અને આજે રાત્રે રકુલ અને જેકીની સંગીત રાત્રિ હશે.

Indianexpress.com એ ખાસ જાણ્યું છે કે ફંક્શન રાત્રે 8 વાગ્યે શરૂ થશે અને ઘણા લોકપ્રિય બોલીવુડ ગીતો વગાડવામાં આવશે. રાત્રિનો ડ્રેસ કોડ ચમકદાર આઉટફિટ હશે.
આ પણ વાંચો: Rakul Preet Singh Wedding : રકુલ પ્રીત સિંહ જેકી ભગનાનીના લગ્નના ફંકશન ગોવામાં શરૂ, તસવીરો વાયરલ
રકુલ જેકીની સંગીત રાત્રિ યોજાશે
અગાઉ જણાવ્યા મુજબ, શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પંજાબી ગીતોનું મેશઅપ કરશે. એ પણ જાણવા મળ્યું છે કે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા આજે સંગીત અને લગ્નમાં હાજરી આપવા માટે ગોવા જશે. આટલું જ નહીં, બોમ્બે ટાઈમ્સના એક અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જેકીએ તેની બ્રાઈડ રકુલ માટે એક ખાસ સરપ્રાઈઝનું આયોજન કર્યું છે. સંગીત સમારોહમાં તે રકુલને “બિન તેરે” નામનું ગીત રજૂ કરશે. જેકીએ ઝહરાહ એસ ખાન અને રોમી સાથે ગીત ગાયું છે. આ ગીત તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે અને મયુર પુરીએ લખ્યું છે. અહેવાલ મુજબ, આ પ્રેમ ગીત રકુલ અને જેકીની એક સાથે સુંદર સફરની સંગીતમય ઉજવણી હશે.
આ પણ વાંચો: Samantha Ruth Prabhu : સમન્થા રુથ પ્રભુએ તેના હેલ્થ પોડકાસ્ટમાં કહ્યું ‘નાગા ચૈતન્યથી અલગ થઇ તે..
લગ્નના મહેમાનોની યાદીમાં વરુણ ધવન , નતાશા દલાલ, શાહિદ કપૂર , અક્ષય કુમાર , ટાઈગર શ્રોફ, લક્ષ્મી મંચુ, પ્રજ્ઞા જયસ્વાલ અને સ્મૃતિ ખન્ના વગેરેનો પણ સમાવેશ થાય છે. આ કપલ ઈકો-ફ્રેન્ડલી લગ્ન કરશે, જેમાં ફટાકડા નહીં હોય. અહેવાલો અનુસાર, લગ્નના મેનૂમાં એવી વાનગીઓનો સમાવેશ થાય છે જે ગ્લુટેન-ફ્રી અને સુગર-ફ્રી હશે. આ સિવાય, કપલ તેમના લગ્ન સાથે સર્જાતા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે વૃક્ષારોપણ પણ કરશે.





