/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/rakul-preet-singh-jackky-bhagnani-wedding-gujarati-news-1.jpg)
Rakul Preet Singh jackky bhagnani રકુલ પ્રીત સિંહ જેકી ભગનાની લગ્ન
Rakul Preet Singh Wedding: બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ લગ્નને લઇને ચર્ચામાં છે. 21 ફેબ્રુઆરીએ ગોવામાં રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્ન કરશે. રકુલ અને જેકીની ક્યૂટ જોડીને જોવા ફેન્સ ઉત્સાહીત છે. રકુલ પ્રીત સિંહ છેલ્લા ઘણા વર્ષોથી જેકી ભગનાનીને ડેટ કરી રહી હતી હવે બંને લગ્ન કરવા જઇ રહ્યા છે. ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ માટે તૈયારીઓ થઇ ગઇ છે. અહીં આમંત્રિત મહેમાનો માટે ખાસ કાળજી લેવામાં આવી છે અને મહેમાનોને સુગર ફ્રી ભોજન પીરસાશે.
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્ન સમારોહની રસમ શરુ થઇ ગઇ છે. રકુલ અને જેકી લગ્ન માટે ગોવા પહોંચી ગયા છે. કહેવાઇ રહ્યું છે કે, રકુલ જેકીના આ લગ્ન સમારોહમાં પરિવાર અને અંગત લોકો જ જોડાશે. લગ્ન માટે વેડિંગ આઉટફિટ, ડ્રેસ સહિત તમામ બાબતો અંગે બારીકાઇથી ધ્યાન રાખવામાં આવ્યું છે. રકુલ પોતે હેલ્થ કોન્શિયસ હોવાથી આમંત્રિત મહેમાનો માટે પણ અહીં ખાસ કાળજી રાખવામાં આવી છે અને એમને સ્પેશિયલ ભોજન પીરસવામાં આવનાર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રકુલ જેકી લગ્ન સમારોહમાં પરિવાર ઉપરાંત બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના પણ સ્પેશિયલ ગેસ્ટ આવશે. મહેમાનોને દેશી અને વિદેશી ભોજનનો તડકો જોવા મળશે. આ માટે ખાસ શેફ હાયર કરવામાં આવ્યા છે. હેલ્થ કોન્શિયસ મહેમાનો માટે ખાસ ડીશ તૈયાર કરવામાં આવશે. સુશી, ગ્લૂટેન અને સુગર ફ્રી ડીશ પીરસાશે.
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની છેલ્લા ચારેક વર્ષથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. રકુલ પ્રીત સિંહ અને જેકી બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે. કહેવાય છે કે બંને વચ્ચે પ્રેમ લોકડાઉન વખતે થયો. આ અરસામાં બંને એકબીજા સાથે હેંગઆઉટ કરવા લાગ્યા અને એક સારા મિત્રો બન્યા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us