Rakul Preet Singh Wedding : અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને જેકી ભગનાની (Jackky Bhagnani) ગોવામાં બીચ વેડિંગ માટે તૈયાર છે. કપલ અને મહેમાનો વિકેન્ડ પર ગોવા જતા જોવા મળ્યા હતા, ડેસ્ટિનનેશનની પ્રથમ તસવીરો ઑનલાઇન સામે આવી છે. ઘણા ફેન પેજ પર રકુલ અને જેકીના લગ્ન સ્થળની બે તસવીરો શેર કરવામાં આવી છે.

એક તસવીર ફૂલોથી શણગારેલા સાઈનબોર્ડની છે. જેમાં લખ્યું છે, ‘ભગનાની અને સિંહ પરિવાર તમારું સ્વાગત કરે છે.’ બીજી તસવીર નાળિયેરની છે, જેના પર આરજે છપાયેલ છે. મીડિયાન અહેવાલ મુજબ, તે વેલકમ ડ્રિન્ક છે જે મહેમાનોને પીરસવામાં આવ્યું હતું. એવું પણ જાણવા મળ્યું છે કે શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા રકુલ અને જેકીના લગ્નમાં પંજાબી ગીત પરફોર્મ કરશે.
આ પણ વાંચો: Janhvi Kapoor : જાહ્નવી કપૂર, જુનિયર એનટીઆર પછી રામ ચરણ અને સૂર્યા સાથે કામ કરશે
મહેમાનો પહોંચ્યા ડેસ્ટિનેશન પર
અત્યાર સુધી લગ્ન વિશે જે જાણવા મળ્યું છે તે એ છે કે ગોવામાં આઇટીસી ગ્રાન્ડ ખાતે યોજાનારી ફંક્શન સાથે તે એક ઘનિષ્ઠ છતાં ભવ્ય હશે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, વરુણ ધવન અને નતાશા દલાલ લગ્નમાં પણ હાજરી આપી રહ્યા છે. મહેમાનોની યાદીમાં અન્ય કેટલાક નામોમાં અક્ષય કુમાર , ટાઈગર શ્રોફ, સોનમ કપૂર , આનંદ આહુજા, શાહિદ કપૂર , ભૂમિ પેડનેકર અને એશા દેઓલનો સમાવેશ થાય છે. રકુલના બેસ્ટ ફ્રેન્ડ્સ પ્રજ્ઞા જયસ્વાલ અને લક્ષ્મી મંચુ પણ લગ્ન માટે આવતા જોવા મળ્યા હતા.
ટીવી અભિનેત્રી સ્મૃતિ ખન્ના અને તેના પતિ ગૌતમ ગુપ્તાએ પણ જેકી અને રકુલના લગ્નમાં હાજરી આપવાની પુષ્ટિ કરી હતી. તે સિવાય, રિતેશ અને જેનેલિયા દેશમુખ પણ લગ્નમાં જોવા મળી શકે છે, કારણ કે જેકીની બહેન દીપશિખાના લગ્ન રિતેશના મોટા ભાઈ સાથે થયા છે.
આ પણ વાંચો: Rakul Jackky Wedding: રકુલ પ્રીત સિંહ જેકી ભગનાની લગ્ન સમારોહમાં મહેમાનો માટે છે ખાસ વ્યવસ્થા
આ સેલિબ્રિટી વેડિંગ વિશે એવી પણ જાણ કરવામાં આવી છે કે મહેમાનોને ગ્લુટેન ફ્રી અને સુગર ફ્રી ફૂડ પીરસવામાં આવશે. જેકી અને રકુલે પણ ઇકો-ફ્રેન્ડલી લગ્નની પસંદગી કરી છે અને તેઓ તેમના લગ્ન દરમિયાન વધતા કાર્બન ફૂટપ્રિન્ટ્સને ઘટાડવા માટે વૃક્ષારોપણ કરશે. આ કપલે લગ્નમાં ફટાકડા નહીં ફોડવાનું નક્કી કર્યું છે.
જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ 21 ફેબ્રુઆરીના રોજ એક સુંદર બીચ વેડિંગમાં ભાગ લેશે. ગોવાથી પાછા ફર્યા બાદ ટૂંક સમયમાં જ આ કપલ મુંબઈમાં NMACC ખાતે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે.





