Rakul Preet Singh Jackky Bhagnani Eco Friendly Wedding Photo : બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ અને એક્ટર ફિલ્મ મેકર જેકી ભગનાની જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. રકુલ-જેકીના લગ્નને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. રકુલ અને જેકીના લગ્નને લઈને અત્યાર સુધી ઘણી માહિતી સામે આવી છે.
જેકી અને રકુલ પહેલા વિદેશમાં લગ્ન કરવા જઈ રહ્યા હતા પરંતુ હવે આ કપલ 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરી રહ્યા છે. 19મી ફેબ્રુઆરીથી લગ્નના કાર્યક્રમો શરૂ થશે. આ કાર્યક્રમ ત્રણ દિવસ સુધી ચાલશે. જેકી અને રકુલના મેરેજ બહુ ખાસ રીતે થવાના છે. જેકી અને રકુલ એ ઇકો ફ્રેન્ડલી મેરેજ કરવાનો નિર્ણય લીધો છે.

આ દરમિયાન, કપલના લગ્નને લઈને એક નવું અપડેટ સામે આવી રહ્યું છે. અમે તમને ગોવામાં જે લક્ઝુરિયસ હોટલમાં રકુલ-જેકીના લગ્ન કરવા જઈ રહ્યા છીએ તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ, ઉપરાંત આ સેલિબ્રેટ મેરેજ વિશેની ખાસ વિગતો તમને જણાવીશું.
ગોવાની આ લક્ઝુરિયસ હોટલમાં લગ્ન કરશે રકુલ અને જેકી (Rakul Preet Singh Jackky Bhagnani Destination Wedding)
મીડિયા રિપોર્ટ મુજબ, રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના લગ્ન સાઉથ ગોવાની લક્ઝુરિયસ હોટલ આઈટીસી ગ્રાન્ડમાં થશે. આ કપલના લગ્ન પરિવાર અને ખાસ મિત્રોની હાજરીમાં થશે. કપલ્સની નજીકના એક સૂત્રએ કહ્યું છે કે ‘બંનેએ ગોવામાં આઈટીસી ગ્રાન્ડ હોટેલ પસંદ કરી છે.
ગોવાના શાંત વાતાવરણમાં આવેલી વિશાળ પ્રોપર્ટી, તેમના તમામ સેલિબ્રેશન માટે બેસ્ટ છે. આ બીચ વેડિંગ હશે. આ કપલ્સ સમુદ્રના શોખીન છે, તેથી, સમુદ્રની ગોઠવણી તેમના લગ્ન માટે યોગ્ય લાગી. તેમના લગ્નમાં લાંબો બ્રાઇડલ વોકવે હશે, જે અંદાજે 80 મીટર છે. મહેમાનોને ફંક્શન અને લગ્ન માટે કલર થીમ વિશે માહિતી આપવામાં આવી છે. થીમ પર મહેંદીથી લઈને સંગીત સુધીના ફંક્શનનું આયોજન કરવામાં આવશે.
ઇકો ફ્રેન્ડલી મેરેજ શું છે? ( Rakul Preet Singh Jackky Bhagnani Eco Friendly Wedding)
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ગોવાની લક્ઝુરિયસ હોટલ આઈટીસી ગ્રાન્ડમાં ઇકો ફ્રેન્ડલી મેરેજ કરવાના છે. આ સેલિબ્રેટ મેરેજ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. સુત્રોના મતે બંને એ ઓનલાઈન વેડિંગ ઇનવિટેશન મોકલ્યા છે. આ લગ્નમાં કોઇ પણ પ્રકારના ફટાકડા કે ક્રેકર્સનો ઉપયોગ કરવામાં આવશે નહીં. હોટેલ પાસે ખાસ એક એવું બોર્ડ છે, જે કાર્બન ફુટપ્રિન્ટ માપે છે. લગ્ન બાદ કાર્બન ફુટપ્રિન્ટ ચેક કરી કપલને જણાવાશે કે તેમણે કેટલા વૃક્ષો વાવવાના છે.
આ પણ વાંચો | રકુલ પ્રીત સિંહ જેકી ભગનાનીના લગ્નનું ઇન્વિટેશન કાર્ડ થયું વાયરલ
શું છે કપલનો હનીમૂન પ્લાન?
સૂત્રોના જણાવ્યા મુજબ, આ કપલનો હનીમૂનનો કોઈ પ્લાન નથી. કેમ કે લગ્ન પછી બંને તરત જ કામ પર પાછા ફરશે. રકુલ લગ્ન શરૂ થવાના લગભગ ત્રણ દિવસ પહેલા સુધી કામ કરશે અને લગ્ન પછી તરત જ કામ પર પરત ફરશે.





