Rakul Preet Singh Style: રકુલ પ્રીત સિંહ હંમેશા પોતાની સ્ટાઇલ અને હોટ લુક માટે જાણીતી છે. રકુલ સોશિયલ મીડિયા પર પોતાની જાતને અલગ અંદાજમાં રજુ કરી ફેન્સના દિલ જીતવામાં માહેર છે. રકુલ પ્રીત સિંહ આકર્ષક અને દિલ ફેંક અંદાજને લઇને ફેન્સમાં ઘણી પસંદ છે. રકુલે તાજેતરમાં આવા જ ફોટો અને વીડિયો શેર કરી ફેન્સની વાહવાહી મેળવી રહી છે.
Rakul Preet Singh Friends: રકુલ પ્રીત સિંહ એક્ટિંગ કરિયરની સાથોસાથ વિવિધ ફેસ્ટીવલની પણ મજા માણે છે. ફ્રેન્ડશિપ ડે પર રકુલે પોતાના અંગત મિત્રો સાથે ખૂબ મોજ કરી હતી. રકુલે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરી ફેન્સ સાથે ખુશી વહેંચી હતી. રકુલે લખ્યું કે, સાચા મિત્રો ક્યારેય અલગ નથી હોતા.. કદાચ અંતરમાં હોય પણ દિલમાં ક્યારેય હોતા નથી!! ❤️ આપ સૌ લોકોને મિત્રતા દિવસની શુભકામનાઓ.
Rakul Preet Singh Heart: રકુલ પ્રીત સિંહ બ્યૂટી અને ગ્લેમરસ માટે ખૂબ જાણીતી છે. સ્ટાઇલ અને અલગ અંદાજ માટે રકુલ હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના કલેકશન અંગે વિગત આપતાં રકુલે હાફ બ્લેક હાર્ટમાં આકર્ષક પોઝ આપ્યો છે. ડાયમંડ રિંગ જડીત હાફ બ્લેક અને હાફ ઓપન હાર્ટમાં રકુલનો લિપ પોઝ ફેન્સના દિલ ધડકાવી રહ્યો છે.
Rakul Preet Singh Family: શિખ પરિવારમાં જન્મેલી રકુલ પ્રીત સિંહના પિતા રિટાયર્ડ આર્મી ઓફિસર છે. એક્ટિંગમાં કરિયર બનાવનાર રકુલ કામમાં ગમે તેટલી વ્યસ્ત હોય પરંતુ પરિવાર માટે સમય કાઢી લેવામાં માને છે. તાજેતરમાં તેણીએ પરિવાર સાથે દુબઇ ટ્રીપના ફોટા વીડિયો શેર કરી પોતાની ખુશી વ્યક્ત કરી છે. અનંતતારા દુબઇમાં પરિવાર સાથે વીતાવેલી એ ક્ષણોને યાદગાર બતાવી રહી છે.
Rakul Preet Singh Barbie in Blue: રકુલ પ્રીત સિંહ જાણીતી ભારતીય અભિનેત્રી છે. જે મુખ્યત્વે તેલુગુ, હિન્દી અને તમિલ ફિલ્મોમાં કામ કરે છે. રકુલ પ્રીત સિંહે કન્નડ ફિલ્મ ગિલ્લીથી અભિનયની શરૂઆત કરી હતી અને જોતજોતામાં બોલિવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી બની ગઇ છે. ફિલ્મી અભિનયની સાથોસાથ સોશિયલ મીડિયામાં પણ લાઇમ લાઇટમાં રહે છે. રકુલનો બોલ્ડ અંદાજ ફેન્સને પણ ઘણો પસંદ છે. રકુલે બાર્બી ઇન બ્લ્યૂ ટેગ લાઇન સાથે ફોટા શેર કર્યા જે ફેન્સને ઘણા પસંદ આવ્યા છે.
Rakul Preet Singh Love Story: બોલિવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ બોલ્ડ અંદાજની સાથો લવ સ્ટોરી પણ ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં કરેલી એક પોસ્ટમાં નિર્માતા જેકી ભગનાની સાથે સંબંધમાં હોવાની વાતને લઇને બંનેના લગ્ન સુધીની ચર્ચાઓ ઉઠી હતી. જોકે બાદમાં એવા અહેવાલ સામે આવ્યા હતા કે નવેમ્બરમાં લગ્ન થાય એવી શક્યતા છે.





