Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહે (Rakul Preet Singh) આજે 20 સપ્ટેમ્બરના રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દે દે પ્યાર દે 2 ના સેટ પરથી એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટ આલ્બમની શરૂઆત અભિનેત્રીએ સૂર્યોદય સમયે પંજાબના લીલાછમ મેદાનોમાં ઊભી રહેલી દેખાઈ રહી હતી. અભિનેત્રી કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી હતી, જેમાં કાર્ગો ડેનિમ સાથે પેર અને ઓવર સાઈઝ શર્ટનો સમાવેશ થાય છે, જ્યારે તે કેમેરા સામે ફોટો માટે પોઝ આપે છે.
અહીં કેટલીક તસવીરો તેના મેક-અપ રૂમની હતી, જેમાં તે કેમેરા માટે સ્વીટ પોઝ આપી હતી. એક તસવીરમાં તે હેયરથી મૂછો બનાવતી મસ્તીના મૂડમાં જોવા મળી હતી. આલ્બમના ચોથા ચિત્રમાં એક પોર્ટફોલિયો ફાઇલ કેપ્ચર કરવામાં આવી હતી જેમાં તેની બાજુમાં કોફી મગ અને બંગડીની પેર હતી. રકુલની પોસ્ટ એક પ્રિય પાઉટિંગ ફોટો સાથે સમાપ્ત થઈ હતી.
આ પણ વાંચો: લગ્ન બાદ અદિતિ રાવ હૈદરી સિદ્ધાર્થ મુંબઈ એરપોર્ટ પર દેખાયા
રકૂલ પ્રીત સિંહએ પોસ્ટને કેપ્શન આપ્યું કે, ‘પૅકઅપ કર્યા બાદનો મૂડ, પંજાબના ખેતરમાં મારા ડીડીએલજેની ક્ષણને હું ચૂકી નથી.’
પોસ્ટ શેર કર્યા બાદ તરતજ ઘણા ચાહકો અભિનેત્રીની પોસ્ટ પર કમેન્ટનો વરસાદ કર્યો હતો. એક ચાહકે લખ્યું, “સો પ્રીટી એન્ડ ડૅમ ક્યૂટ” જ્યારે બીજા ફેન લખે છે કે ‘સુંદર દૃશ્ય’ આ ઉપરાંત, ઘણા ચાહકોએ ટિપ્પણી સેક્શનમાં રેડ-હાર્ટ અને હાર્ટ-આઈ ઇમોજીસ સેન્ડ કર્યા હતા.
આ પણ વાંચો: આ વિકેન્ડ મનોરંજનથી ભરપૂર, આટલી મુવીઝ અને વેબ સિરીઝ થશે રિલીઝ
દે દે પ્યાર દે 2 (De De Pyaar De 2 ) એ 2019માં રિલીઝ થયેલી ફિલ્મની સિક્વલ છે જેમાં મુખ્ય ભૂમિકામાં અજય દેવગણ, તબ્બુ અને રકુલ પ્રીત સિંહ અભિનિત હતા. ફ્રેન્ચાઇઝીના બીજા હપ્તામાં અજય અને રકુલ સાથે આર માધવન અભિનય કરશે. દે દે પ્યાર દે 2 મુવી 1 મે, 2025 ના રોજ રિલીઝ થવાની છે. જેની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.





