Rakul Preet Singh : રકુલ પ્રીત સિંહ હંમેશા ચર્ચામાં રહે છે. બોલીવુડની હોટ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર શેયર કરી ન્યૂ યર માટે મંત્ર 2023 શેયર કર્યો છે. રકુલ પ્રીત સિંહે શેયર કરેલા ફોટા ઠંડીમાં ઇન્ટરનેટ પર ગરમી વધારી રહી છે. રકુલ પ્રીત સિંહ એના અભિનયની સાથોસાથ બોલ્ડનેસને લઇને પણ ફેન્સમાં લોકપ્રિય છે. રકુલની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.
રકુલ પ્રીત સિંહે તાજેતરમાં શેયર કરેલી તસવીરોમાં એની બિકીની ફ્લોન્ટ કરી રહી છે તો બીજી તરફ બીજી તસવીરોમાં તેણીએ નવા વર્ષ માટે પોતાના માટે મંત્ર 2023 રજુ કર્યો છે. રકુલે શેયર કરેલી તસવીરો ફેન્સને પસંદ આવી રહી છે અને ઝડપથી વાયરલ થઇ રહી છે.
રકુલ પ્રીત સિંહે દરિયા કિનારેથી આ તસવીરો શેયર કરતાં લખ્યું છે કે, તમારા માટે હાસ્ય, સકારાત્મક અને પ્રેમ સાથે એક ઝગગમતા સની બીચ ડે સાથે નવા વર્ષનો પ્રારંભ.
રકુલ પ્રીત સિંહ ન્યૂ યરની શરૂઆત
બોલીવુડની નોટી ગર્લ રકુલ પ્રીત સિંહ નવા વર્ષ 2023 આગમનને લઇને ઘણી ખુશ દેખાઇ રહી છે. રકુલે પોતાના સોશિયલ હેન્ડલ પરથી બોલ્ડ એન્ડ બ્યૂટી સાથેની તસવીરો શેયર કરી પોતાની ખુશી સ્પષ્ટ રીતે જાહેર કરી છે. સાથોસાથ તેણીએ પોતાના માટે વર્ષ 2023 માટેનો જીવન મંત્ર પણ દર્શાવ્યો છે.
રકુલ પ્રીત સિંહ ન્યૂ યર મંત્ર ફોર 2023
રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર ફોટા શેયર કરી પોતાનો મંત્ર ફોર 2023 ફેન્સ સામે રજુ કર્યો છે. રકુલ લખે છે કે, તમારા અંદરના બાળકને હંમેશા જીવીત રાખો, ઘણું હસો, આગળ વધો અને દિલ ખોલીને જીવો, તમને સૌ પ્રિય લોકોને નવા વર્ષના સાલ મુબારક.